સેમીફાઈનલ પહેલા અચાનક થયો મોટો બદલાવ, ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ ઘાતક ક્રિકેટરની એન્ટ્રી

Ind vs Aus: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે એટલે કે મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી સેમીફાઈનલ મેચ રમાશે. સેમીફાઈનલ પહેલા અચાનક ઓસ્ટ્રેલિયાની ટીમમાં મોટો ફેરફાર થયો છે.

સેમીફાઈનલ પહેલા અચાનક થયો મોટો બદલાવ, ઓસ્ટ્રેલિયાની ટીમમાં આ ઘાતક ક્રિકેટરની એન્ટ્રી

Ind vs Aus: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમી ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે એટલે કે મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમમાં અચાનક મોટો ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં ઘાતક ઓલરાઉન્ડરનો પ્રવેશ થયો છે, જે ઈજાગ્રસ્ત મેથ્યુ શોર્ટનું સ્થાન લેશે. ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઈજાગ્રસ્ત મેથ્યુ શોર્ટના સ્થાને યુવા સ્પિન ઓલરાઉન્ડર કૂપર કોનોલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સેમિફાઇનલ પહેલા અચાનક થયો મોટો ફેરફાર
મેથ્યુ શોર્ટને અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ઈજા પહોંચી હતી. ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર  21 વર્ષીય કૂપર કોનોલીને ટૂર્નામેન્ટમાં ટ્રાવેલ રિઝર્વમાં રાખવામાં આવ્યો હતો. ICC ટૂર્નામેન્ટની ટેકનિકલ કમિટીએ આ ફેરફારને સોમવારે મંજૂરી આપી હતી. કોનોલીએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે 6 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાંથી ત્રણ વનડે છે. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે પ્રથમ સેમીફાઇનલમાં ભારત સામે રમવાનું છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે જોરદાર ટક્કર
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ત્યારે તેનો ઇરાદો ICC ટુર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં લાગેલા તમામ ઘાને રુઝાવવાનો હશે. પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિચેલ સ્ટાર્ક વિના પણ ઓસ્ટ્રેલિયન ટીમ ઘણી મજબૂત છે. ભારતને ઓસ્ટ્રેલિયાએ 2015માં ODI વર્લ્ડ કપ સેમિફાઈનલ અને 2023માં ODI વર્લ્ડ કપ ફાઇનલમાં હરાવ્યું હતું. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023માં પણ ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ રહેશે ભારત માટે ખતરો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ કહ્યું હતું કે, 'આ એક સારી મેચ હશે. ઓસ્ટ્રેલિયાનો આઈસીસી ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરવાનો ઈતિહાસ રહ્યો છે અને હવે અમારે બધું બરાબર કરવાનું છે. આશા છે કે અમે આ કરવામાં સફળ થઈશું.' ટીમ ઈન્ડિયા ટ્રેવિસ હેડ અને કેપ્ટન સ્ટીવ સ્મિથને જલ્દી પેવેલિયન મોકલવા પર નજર રાખશે. ખાસ કરીને ટ્રેવિસ હેડે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો સાબિત થઈ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news