MS ધોનીને LBW આપવા પર વિવાદ ! DRSમાં આ વસ્તુ ક્લિયર હોવા છતાં થર્ડ અમ્પાયરે ના બદલ્યો નિર્ણય
MS Dhoni Out Controversy : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે IPL 2025ની 25મી મેચ 11 એપ્રિલના રોજ MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈનો 8 વિકેટે પરાજય થયો હતો. તો આ મેચમાં ધોનીને આઉટ આપવા પર પણ સવાલો ઉભા થયા છે.
Trending Photos
MS Dhoni Out Controversy : IPL 2025ની 25મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 11 એપ્રિલના રોજ MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈને 8 વિકેટ અને 58 બોલ બાકી રહેતા હારનો સામનો કરવો પડ્યો હતો. જે તેની ટુર્નામેન્ટમાં સતત પાંચમી હાર હતી. હવે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. આ મેચમાં ઈજાગ્રસ્ત રુતુરાજ ગાયકવાડની જગ્યાએ મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઈ ટીમની કમાન સંભાળી હતી. તેથી ધોની એક કેપ્ટન તરીકે અને એક ખેલાડી તરીકે પણ ફોકસમાં હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન મહેન્દ્રસિંહ ધોની સુનીલ નારાયણનો બોલ ધોનીના પેડ સાથે અથડાયો હતો અને મેદાન પરના અમ્પાયરે LBW આઉટ આપ્યો હતો. અમ્પાયરે LBW આઉટ આપતા જ કેપ્ટન ધોનીએ તરત જ DRS લીધો. પરંતુ DRS પછી પણ થર્ડ અમ્પાયરે ધોનીને આઉટ જાહેર કર્યો હતો. લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન ધોનીના બેટમાં સ્પાઈક પણ જોવા મળી હતી. હવે આ અંગે ચાહકોના અભિપ્રાયો સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. ઘણા એક્સપર્ટ પણ આ અંગે અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Dhoni Review System fails today 😥
Thala MS Dhoni reviews and is given out ❌#CSKvsKKR | #MSDhoni pic.twitter.com/pZyFJv39I6
— Indian Cricket Team (@incricketteam) April 11, 2025
જ્યારે ચેન્નાઈની ટીમ 7 વિકેટ ગુમાવીને ભારે મુશ્કેલીમાં હતી ત્યારે ધોની 'થાલા' મેદાનમાં ઉતર્યો હતો. એવું લાગી રહ્યું હતું કે ધોની શિવમ દુબે સાથે મળીને ટીમને સંભાળશે. પણ એવું ન થયું. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની 16મી ઓવરમાં ધોનીને સુનીલ નારાયણની બોલ પર LBW આપવામાં આવ્યો હતો. ધોનીએ તરત જ રિવ્યુનો વિકલ્પ પસંદ કર્યો. કારણ કે તેને લાગ્યું કે બોલનો બેટ સાથે સંપર્ક થયો છે.
બોલ બેટથી પસાર થતાં અલ્ટ્રાએજમાં થોડી સ્પાઇક જોવા મળી હતી, પરંતુ લાંબા વિચાર-વિમર્શ પછી થર્ડ અમ્પાયરે નિર્ણય આપ્યો કે બોલ બેટને અથડાયો નથી. બોલ-ટ્રેકર પર બોલ જોયા બાદ ધોનીને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પર ચેપોકમાં હાજર દર્શકો વિશ્વાસ કરી શક્યા ન હતા. સોશિયલ મીડિયા પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા. જો કે, સ્ટાર સ્પોર્ટ્સ પર ચર્ચા દરમિયાન પિયુષ ચાવલાનો અભિપ્રાય અલગ જ લાગ્યો. તો એવા ઘણા લોકો હતા જે અમ્પાયરના નિર્ણય સાથે સહમત દેખાતા હતા.
It was a clear edge that's why dhoni took review without wasting a second. pic.twitter.com/8w1baUjRio
— MAHIYANK™ (@Mahiyank_78) April 11, 2025
આ નિર્ણયથી ચેન્નાઈના ચાહકો ચોંકી ગયા હતા. નવમા નંબર પર બેટિંગ કરવા આવેલો ધોની 4 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યો અને નિરાશ થઈને પાછો ફર્યો.
પહેલીવાર ચેન્નાઈની હાલત આટલી ખરાબ
ચેન્નાઈ માટે આ મેચ એક દુઃસ્વપ્ન બની ગઈ કારણ કે ચેપોક ખાતે આ તેમની સતત ત્રીજી હાર હતી, જે આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ છે. આ સિઝનમાં તેમની સતત પાંચમી હાર પણ હતી, જેના કારણે તેઓ પોઈન્ટ ટેબલના તળિયે છે. ચેન્નાઈ દ્વારા બનાવેલ 103/9નો સ્કોર હોમ ગ્રાઉન્ડ પર તેમનો અત્યાર સુધીનો સૌથી નીચો સ્કોર હતો અને IPL ઈતિહાસનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે