Yuzvendra Chahal Divorce: ધનશ્રીને આપેલા 4.75 કરોડ માત્ર 20 દિવસમાં થઈ જશે બરાબર, ચહલ 4 મેચમાં કરી લેશે આ કમાણી

Yuzvendra Chahal and Dhanashree Divorce: 20 માર્ચે મુંબઈની એક કોર્ટમાં યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડા પર મહોર લાગી ગઈ છે. હવે બંને કાયદાકીય રીતે છૂટા પડી ગયા છે.
 

 Yuzvendra Chahal Divorce: ધનશ્રીને આપેલા 4.75 કરોડ માત્ર 20 દિવસમાં થઈ જશે બરાબર, ચહલ 4 મેચમાં કરી લેશે આ કમાણી

Yuzvendra Chahal and Dhanashree Divorce: 20 માર્ચે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વચ્ચે છૂટાછેડાની અફવાઓ પર વિરામ લાગી ગયું છે. કોર્ટમાં બંનેના છૂટાછેડાને અંતિમ મંજૂરી મળી ગઈ છે. ભારતીય ક્રિકેટરે એલીમની તરીકે 4.75 કરોડ રૂપિયા ધનશ્રીને આપવા પડ્યા છે. પરંતુઆ રકમ ચહલ માટે કોઈ મોટી વાત નથી. ચહલ આટલી રકમ માત્ર 20 દિવસમાં કમાઈ લેશે. આવો તેની પાછળનું ગણિત સમજીએ.

કેટલી છે ચહલની નેટવર્થ? 
યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. ચહલ પણ પસંદગીકારોના રડારથી દૂર હોવાનું જણાય છે. પરંતુ IPL અને અન્ય બાબતોમાંથી ચહલની કમાણી જબરદસ્ત છે. અહેવાલો અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 45 કરોડ રૂપિયા છે. આમાં કમાણીનો સૌથી મોટો સ્ત્રોત IPL છે. IPL 2025ની મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સની ટીમે ચહલને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કઈ રીતે કવર થશે એલીમની?
18 કરોડના હિસાબે જુઓ તો એક ટીમ ઓછામાં ઓછી 17 અને વધુમાં વધુ 17 મેચ રમે છે. જો 14 મેચ ચહલ રમે તો તેને દરેક મેચ માટે 1.28 કરોડ રૂપિયા મળશે. એટલે કે ધનશ્રીને આપેલી એલીમની 4 મેચમાં સરળતાથી કવર થઈ જશે. માત્ર 20 દિવસમાં ચહલ આ રૂપિયા ભેગા કરી લેશે.

2.37 કરોડ આપી ચૂક્યો છે ચહલ
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ એકબીજાને ઈન્સ્ટાગ્રામથી અનફોલો કરી દીધા હતા. ત્યારબાદ બંનેના સંબંધોમાં ખટાસની ચર્ચા શરૂ થઈ હતી. બંને લગભગ અઢી વર્ષ સુધી અલગ રહ્યાં હતા. આ બંનેએ 2020માં લગ્ન કર્યા હતા. ચહલ 4.75 કરોડમાંથી ધનશ્રીને 2.37 કરોડ રૂપિયા આપી ચૂક્યો છે. હવે તેણે બાકીના પૈસા ચુકવવા પડશે.

ચહલના અફેરની ચર્ચા
યુઝવેન્દ્ર ચહલના નવા અફેરની ચર્ચા પણ ચાલી રહી છે. તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આરજે માહવિશને ડેટ કરી રહ્યો છે તેવી ચર્ચા છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ દરમિયાન બંને દુબઈમાં સાથે મેચ જોવા પણ પહોંચ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news