Ind vs NZ Final : 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ, ધનશ્રી કરતાં પણ છે...
Yuzvendra Chahal with Mystery Girl : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ પણ મેચ જોવા માટે પહોંચ્યો હતો. જ્યાં ચહલ સાથે એક મિસ્ટ્રી ગર્લ બેઠેલી જોવા મળી હતી.જેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Trending Photos
Yuzvendra Chahal with Mystery Girl : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ જીતવા માટે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો દુબઈમાં આમને સામને છે. ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પણ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ચીયર કરતો જોવા મળ્યો હતો. જો કે, ચાહકોનું ધ્યાન તેની સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લે ખેંચ્યું હતું, જે ચહલ સાથે બેઠેલી જોવા મળી હતી. ચહલનો મિસ્ટ્રી ગર્લ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાહકો એ જાણવા ઉત્સુક છે કે તે કોણ છે ?
'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો ચહલ
ચહલ છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ચહલે ફેબ્રુઆરી 2025માં ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા હોવાના સમાચાર સામે આવ્યા હતા. બંનેએ વર્ષ 2020માં ગુડગાંવમાં લગ્ન કર્યા હતા. પરંતુ તેમના સંબંધો થોડા જ વર્ષોમાં તિરાડ પડી હતી. હવે ચહલ દુબઈમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો હતો, જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Yuzvendra Chahal in the stands for CT Final. #yazuvedarchahal pic.twitter.com/6vKeAh5hOR
— SportsIn24X7 (@Sportsin_24x7) March 9, 2025
ધનશ્રી સાથે છૂટાછેડાના સમાચાર
ધનશ્રી વર્મા અને ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેમના છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને અલગ થઈ ગયા છે. એવા પણ અહેવાલો છે કે ચહલ અને ધનશ્રીના છૂટાછેડાની કાર્યવાહી ફેબ્રુઆરી 2025 માં શરૂ થઈ હતી, જેમાં મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે ચહલ કે ધનશ્રીએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આ બધાની વચ્ચે ચહલ ભારત-ન્યૂઝીલેન્ડ ફાઈનલ મેચ જોવા માટે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચ્યો, જ્યાં તેની સાથે બેઠેલી એક મિસ્ટ્રી ગર્લ ચર્ચામાં આવી છે.
Yuzvendra Chahal with his gf ?#INDvsNZ pic.twitter.com/nSOIZWzRmY
— Yash MSdian ™️ 🦁 (@itzyash07) March 9, 2025
સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે ભારત-ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચની મજા લેતો જોવા મળી રહ્યો છે. ફોટામાં જોઈ શકાય છે કે બંને એકબીજા સાથે વાત પણ કરી રહ્યા છે. ફોટો વાયરલ થતાં જ ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ કે કોણ છે આ મિસ્ટ્રી ગર્લ ? કોઈએ કહ્યું નવી ગર્લફ્રેન્ડ ? તો કોઈએ તેમને નવું કપલ ગણાવ્યું છે, એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, ધનશ્રી કરતાં સુંદર લાગી રહી છે. જો કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે