આ સસ્તી SUV પર તૂટી પડ્યા લોકો, 48 મહિનામાં 6 લાખ ગ્રાહકોએ ખરીદી, જાણો ખાસિયત
Tata punch: ભારતમાં SUV સેગમેન્ટની કારનું વેચાણ સતત વધી રહ્યું છે. લોકો SUV કાર લેવા માટે પડાપડી કરે છે. તેવામાં ટાટા મોટર્સની ટાટા પંચે નવો રેકોર્ડ બનાવ્યો છે.
Trending Photos
Auto News: ટાટા મોટર્સની સૌથી સસ્તી SUV ‘Punch’ એ વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 4 વર્ષ (48 મહિના) માં પંચના 6 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. કંપની પ્રમાણે પંચ ICE ને 70 ટકા એવા ગ્રાહકોએ ખરીદી જે પ્રથમવાર કાર લઈ રહ્યાં હતા. આ સિવાય પંચના કુલ વેચાણમાં 42 ટકા Tier 2 સિટીથી આવ્યા છે. સબ-કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં ટાટા પંચ સૌથી પોપુલર છે. આ વર્ષે જાન્યુઆરીથી લઈને જૂન સુધી પંચના 84579 યુનિટ્સનું વેચાણ થયું છે. ટાટા મોટર્સના કુલ પેસેન્જર વ્હીકલ વેચાણમાં 36% યોગદાન પંચનું છે.
ટાટા પંચની અત્યાર સુધીની સફર
October 2021 એ ટાટા મોટર્સે પ્રથમવાર ટાટા પંચને ભારતમાં લોન્ચ કરી હતી, ત્યારે કંપનીને પણ આશા નહીં હોય કે પંચ આટલી હિટ થશે. પરંતુ ગ્રાહકો આ કાર ખરીદવા માટે તૂટી પડ્યા છે. આવો જોઈએ પંચની અત્યાર સુધીની સફર...
ઓગસ્ટ ૨૦૨૨
૧ લાખ યુનિટ વેચાયા
મે ૨૦૨૩
૨ લાખ યુનિટ વેચાયા
ડિસેમ્બર ૨૦૨૩
૩ લાખ યુનિટ વેચાયા
જુલાઈ ૨૦૨૪
૪ લાખ યુનિટ વેચાયા
જાન્યુઆરી ૨૦૨૫
૫ લાખ યુનિટ વેચાયા
જુલાઈ ૨૦૨૫
૬ લાખ યુનિટ વેચાયા
ઓક્ટોબર 2021મા ટાટા પંચને 5.49 (ex-showroom) લાખ રૂપિયાની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવી હતી. સેફ્ટીની દ્રષ્ટિએ કારને 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. તેના CNG વેરિએન્ટની કિંમત 7.25 લાખ રૂપિયા અને પંચ ઈલેક્ટ્રિકની કિંમત 11.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
તેમાં 1.2 લીટરનું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન લાગેલું છે. એન્જિન અવાજ જરૂર કરે છે પરંતુ પરફોર્મંસના મામલામાં ખૂબ સારૂ છે. આ ગાડીમાં સ્પેસ સારી મળી જાય છે અને પાંચ લોકો સરળતાથી બેસી શકે છે. ડિઝાઇનના મામલામાં પણ પંચ સારી કાર છે. સૂત્રો પ્રમાણે ટાટા મોટર્સ જલ્દી પંચનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે