Wedding of century: અનંત-રાધિકાના લગ્ન...કઈ રીતે એક લગ્નએ ભારતને વૈશ્વિક આધ્યાત્મિક નક્શા પર પાછું લાવીને મૂકી દીધુ

Wedding of century: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નના લગ્નના એક વર્ષ બાદ...કઈ રીતે એક લગ્ન સમારોહ ભારતની આધ્યાત્મિક કૂટનીતિ અને સામાજિક  ભલાઈ માટે એક માઈલ સ્ટોન બની ગયો. 

Wedding of century: અનંત-રાધિકાના લગ્ન...કઈ રીતે એક લગ્નએ ભારતને વૈશ્વિક આધ્યાત્મિક નક્શા પર પાછું લાવીને મૂકી દીધુ

એક વર્ષ પહેલા જ્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા ત્યારે આ લગ્ન ત્યારે ભારતના સૌથી ચર્ચિત લગ્ન હતા એવું નહતું પરંતુ તે સભ્યતાગત મહત્વની એક એવી પળ હતી જેણે ભારતને વૈશ્વિક આધ્યાત્મિક નકશા પર પાછું લાવીને મૂકી દીધુ. ઉપરોપરી ભવ્યતાના આ યુગમાં આ આયોજને એક ઊંડો હેતુ પૂર્ણ કર્યો, વિશ્વને ભારતની ઓળખ માનવતાના પ્રાચીન આધ્યાત્મિક કેન્દ્ર તરીકે યાદ અપાવી, જ્યાં સંસ્કૃતિ, આસ્થા અને સેવા અવિભાજ્ય છે. 

ભારતને વૈશ્વિક આધ્યાત્મિક રોડમેપ પર લાવવું
દાયકાઓથી વૈશ્વિક મંચ પર ભારતની છબી તેની ટેક્નિકલ ક્ષમતા, વધતી અર્થવ્યવસ્થા અને બોલીવુડને કારે છવાયેલી રહી છે. આમ છતાં પ્રાચીન જ્ઞાન, યોગ, ધર્મ અને પવિત્ર પરંપરાઓની ભૂમિ તરીકે તેની મૂળ ઓળખ આધુનિક વૈશ્વિક મંચો પર ઓછી ચર્ચામાં રહી છે. 

અંબાણીના લગ્નએ તેને પલટી નાખ્યું
વિશ્વના વેપારી નેતાઓ, નીતિના ઘડવૈયાઓ અને વૈશ્વિક પ્રભાવશાળી વ્યક્તિઓને ભારતના હ્રદયસમી વિધિઓમાં આમંત્રિત કરીને, તેણે ભારતની આધ્યાત્મિક પરંપરાઓને તેમા શુદ્ધ, પ્રમાણિક રૂપમાં વિશ્વ  સામે ફરી પ્રસ્તુત કરી. ગહશાંતિ પૂજા અને શિવ શક્તિ અભિષેકથી લઈને ભજન સંધ્યા અને વૈદિક યજ્ઞ સુધી, આ કોઈ દેખાડો નહતો...પરંતુ તે એક જીવંત, પવિત્ર અનુભવ હતો. આધુનિક સ્મૃતિમાં પહેલીવાર દુનિયાના સૌથી શક્તિશાળી લોકોએ હિન્દુ રિતી રિવાજોની પવિત્રતા, પ્રતિકાત્મકતા અને આધ્યાત્મિક ગંભીરતાને નજીકથી જોઈ. આ આધ્યાત્મિક કૂટનીતિનું એક અદભૂત ઉદાહરણ હતું. જેણે દુનિયાને યાદ અપાવ્યું કે જ્યાં અર્થવ્યવસ્થાઓ ઉતાર ચડાવ ભરેલી હોય છે ત્યાં ભારતનું સભ્યતાગત જ્ઞાન યથાવત છે. 

અંબાણીના લગ્ન...એક અભૂતપૂર્વ આધ્યાત્મિક સંગમ
આ લગ્નને ઐતિહાસિક રીતે અદ્વિતીય બનાવનારી વાત એ હતી કે તેમાં દાયકાઓ બાદ કોઈ ખાનગી સમારોહમાં ભારતના આધ્યાત્મિક દિગ્ગજોનો સૌથી મોટો જમાવડો જોવા મળ્યો. શંકરાચાર્ય, મહામંડલેશ્વર, સાધુ-સંતો, અને વિવિધ સંપ્રદાયોના આચાર્ય એક સાથે આવ્યા...એ પણ કોઈ કુંભ માટે નહીં પરંતુ એક લગ્ન સમારોહ માટે. સ્પષ્ટ હતું કે ભઙારતના આધ્યાત્મિક સંરક્ષક, તેના આર્થિક અને સામાજિક અભિજાત વર્ગ સાથે ખભાથી ખભો મેળવીને ઊભા હતા. 

ધર્મ અને અર્થ(આધ્યાત્મિકતા અને સમૃદ્ધિ)ના આ મિલને દુનિયાને દેખાડી દીધુ કે ભારતની સાંસ્કૃતિક શક્તિ અલગાવમાં નહીં પરંતુ સમન્વયમાં રહેલી છે. આ ધનિક લોકો માટેના લગન ન હતા પરંતુ આ એક સભ્યતાગત સમારોહ હતો જે વિશ્વના આધ્યાત્મિક હ્રદયસ્થળ તરીકે ભારતની ભૂમિકાને સ્થાપિત કરી રહ્યું હતું. 

સમાજની સેવા- સેવાનું આધ્યાત્મિક કર્તવ્ય
જો કે આ લગ્ન ફક્ત પ્રાઈવેટ લક્ઝરી સુધી મર્યાદિત નહતા. 'માનવ સેવા જ માધવ સેવા' ના ભારતીય આદર્શને અનુરૂપ તેનાથી સમાજને સીધો લાભ પણ થયો. અંબાણી પરિવારે 50 વંચિત કપલો માટે સામૂહિક વિવાહનું આયોજન કરીને સમારોહની શરૂઆત કરી જેમાં તેમના લગ્ન માટે પૈસા, ભેંટ, ઘર અને સન્માનપૂર્વક જીવવા માટે જરૂરી ચીજો સામેલ હતા. તેનાથી પણ આગળ વધીને ત્રણ અઠવાડિયા સુધી ચાલેલા ભંડારામાં રોજના 1000થી વધુ લોકોને ભોજન કરાવ્યું. જેનાથી એ સુનિશ્ચિત થયું કે ઉત્સવ દરમિયાન આસપાસના વિસ્તારોમાં પણ કોઈ ભૂખ્યું ન રહે. એવી દુનિયામાં કે જ્યાં ફાલતું ખર્ચા સામાન્ય રીતે અલગ થલગ કરી દે છે ત્યારે આ લગ્નએ સમૃદ્ધિ અને કરુણાનો સંગમ કરાવ્યો. તેણે એક શક્તિશાળી સંદેશ આપ્યો કે ભારતમાં સમાજની સેવા વગર ઉજવણીઓ અધૂરી છે. 

બનારસના નામે એક સાંસ્કૃતિક પુર્નઉત્થાન
લગ્નની થીમ- બનારસ પર આધારિત “An Ode to Banaras” કોઈ સૌંદર્યબોધ ન હતી પરંતુ એક દાર્શનિક વકતવ્ય હતું. બનારસ ફક્ત એક શહેર નથી પરંતુ તે દુનિયાની સૌથી જૂની આધ્યાત્મિક રાજધાની છે. મુંબઈના હાર્દ સમા વિસ્તારમાં તેની છબી, મંદિરો, ઘાટો અને વ્યંજનોને જીવંત  કરીને આ લગ્નએ ભારત અને દુનિયા બંનેને આ દેશની આધ્યાત્મિક નિરંતરતાની યાદ અપાવી દીધી. વિદેશી ગણમાન્ય વ્યક્તિઓ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ માટે પણ આ એક સાંસ્કૃતિક જાગૃતિ હતી જે ભારતના શાશ્વત આત્માની એક ઊંડી યાત્રા, જે યોગ શિબિરો કે હેરિટેજ પર્યટનથી અનેકગણી ઊંડી હતી. તેણે સુક્ષ્મ પરંતુ શક્તિશાળી રીતે ભારતને એક વિકાસશીલ બજાર તરીકે નહીં પરંતુ આધ્યાત્મિક જ્ઞાન અને સભ્યતાગત દીર્ઘાયુના વૈશ્વિક ઘર તરીકે પુર્નસ્થાપિત કર્યું. 

આધુનિક ભારત માટે એક નવો માપદંડ
એક વર્ષ બાદ, અંબાણી લગ્નની અસલ વિરાસત તેનો સ્ટાર પાવર નથી પરંતુ એ છે કે તેણે 21મી સદીના દર્શકોની સામે ભારતની આધ્યાત્મિક ઓળખને કઈ રીતે ફરીથી મેળવી અને પ્રદર્શિત કરી. તેણે એ પણ દેખાડી દીધુ કે આસ્થા અને સમૃદ્ધિ, પરંપરા અને આધુનિકતા, અનુષ્ઠાન અને પ્રાસંગિકતા આજના  ભારતમાં શક્તિશાળી રીતે સહ અસ્તિત્વમાં રહી શકે છે અને તેણે ગ્લોબલ એલાઈટ વગ્રને - જેમાંથી અનેક લોકો ઝડપથી અરાજક થતા વિશ્વમાં આધ્યાત્મિક અર્થની શોધ કરી રહ્યા છે, યાદ અપાવ્યું કે ભારત માનવતાના ઊંડા જ્ઞાનનો સ્ત્રોત બનેલું છે. આમ કરીને ફક્ત ભારતના આધ્યાત્મિક વારસા પ્રત્યે વૈશ્વિક સન્માન પૂર્નજીવિત થયું એટલું જ નહીં પંરતુ તેના પ્રભાવને આસપાસના સમુદાયની સામાજિક ભલાઈ માટે પણ તેનો પ્રભાવ વધ્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news