એરટેલ અને એલોન મસ્કની કંપની વચ્ચે મોટી ડીલ, ગ્રાહકોને થશે જબરદસ્ત ફાયદા
SpaceX Airtel Partnership: ટેલિકોમ કંપની એરટેલે એલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.
Trending Photos
Starlink Satellite Internet India: ભારતની ટેલિકોમ કંપની એરટેલે એલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે મળીને ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. 11 માર્ચે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બન્ને કંપનીઓએ જણાવ્યું હતું કે, આ કરાર ભારતમાં સ્ટારલિંકની પહેલી પાર્ટનરશિપ છે. જો કે, આ ત્યારે જ લાગુ થશે જ્યારે સ્પેસએક્સને ભારત સરકાર તરફથી સ્ટારલિંક સેવાઓ વેચવાની પરવાનગી મળશે.
શું રહ્યું એરટેલે?
ટેલિકોમ કંપની ભારતી એરટેલે મંગળવારે જણાવ્યું કે, તેણે ભારતમાં તેના ગ્રાહકોને સ્ટારલિંકની હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે અમેરિકન અબજોપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે પાર્ટનરશિપ કરી છે. એરટેલે નિવેદનમાં જણાવ્યું કે, આ કરાર સ્પેસએક્સને ભારતમાં સ્ટારલિંકની સેટેલાઇટ કોમ્યુનિકેશન-આધારિત સેવાઓ વેચવા માટે મંજૂરી મેળવવાને આધીન છે.
નિવેદન અનુસાર આ કરાર એરટેલ અને સ્પેસએક્સને તે શોધવામાં સક્ષમ બનાવશે કે સ્ટારલિંક એરટેલની ઓફરને કેવી રીતે પૂરક અને વિસ્તૃત કરી શકે છે. આનાથી ભારતીય બજારમાં એરટેલની કુશળતા પણ પ્રદર્શિત થશે જે ગ્રાહકો અને વ્યવસાયોને સ્પેસએક્સની સીધી ઓફરોને પૂરક બનાવશે.
એરટેલના વાઇસ ચેરમેને શું કહ્યું?
ભારતી એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ ચેરમેન ગોપાલ વિટ્ટલે જણાવ્યું કે, ભારતમાં એરટેલના ગ્રાહકોને સ્ટારલિંક સેવાઓ પૂરી પાડવા માટે સ્પેસએક્સ સાથે કામ કરવું એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને આગામી પેઢીના સેટેલાઇટ કનેક્ટિવિટી પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
વિટ્ટલે કહ્યું કે, "આ સહયોગ ભારતના સૌથી અંતરિયાળ વિસ્તારોમાં પણ વિશ્વ કક્ષાના હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ લાવવાની અમારી ક્ષમતામાં વધારો કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક વ્યક્તિ, વ્યવસાય અને સમુદાયને વિશ્વસનીય ઇન્ટરનેટની ઍક્સેસ હોય. સ્ટારલિંક, એરટેલના ઉત્પાદનોના સમૂહને પૂરક અને ઉન્નત કરેશે, જેથી અમારા ભારતીય ગ્રાહકો માટે વિશ્વસનીય અને સસ્તું બ્રોડબેન્ડ સુનિશ્ચિત થઈ શકે"
આ કરાર હેઠળ એરટેલ અને સ્પેસએક્સ એરટેલના રિટેલ સ્ટોર્સ પર સ્ટારલિંક સાધનો, એરટેલના માધ્યમથી વાણિજ્યિક ગ્રાહકોને સ્ટારલિંક સેવાઓ, સમુદાયો, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોને જોડવાની તકો, ભારતના સૌથી અંતરિયાત ગ્રામીણ વિસ્તારોમાં પણ અન્ય ઘણી સુવિધાઓ પૂરી પાડવાની સંભાવના શોધશે.
નિવેદન અનુસાર એરટેલ અને સ્પેસએક્સ એ પણ શોધશે કે સ્ટારલિંક કેવી રીતે એરટેલ નેટવર્કને વિસ્તૃત કરી શકે છે. આ લાખે જ સ્પેસએક્સની ભારતમાં એરટેલના ગ્રાઉન્ડ-બેઝ્ડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષમતાઓનો ઉપયોગ કરવા અને લાભ લેવાની ક્ષમતાની પણ શોધ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે