પેની સ્ટોક બન્યો મલ્ટીબેગર, 12000% ની આવી તેજી, 2 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 1.29 કરોડ
Aayush Wellness: જો કોઈ વ્યક્તિએ 7 જુલાઈએ આયુષ વેલનેસના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને રોકાણ યથાવત રાખ્યું હોત તો આજે તેની વેલ્યુ 1.29 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
Trending Photos
Stock Market News: એક સમયે પેની સ્ટોક રહેલો આયુષ વેલનેસનો શેર હવે પોતાના લાઇફ-ટાઇમ હાઈ પર પહોંચી ગયો છે. આયુષ વેલનેસનો શેર સોમવારે BSEમાં 2 ટકાની તેજી સાથે 223.90 રૂપિયા પર પહોંચ્યો છે. પેકેઝ્ડ ફૂડ્સ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી આ મલ્ટીબેગર કંપનીના શેરમાં બે વર્ષમાં 12842 ટકાનો જોરદાર વધારો થયો છે. આયુષ વેલનેસના સ્ટોકે બે વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 1 કરોડથી વધુ બનાવી દીધુ છે. આયુષ વેલનેસના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 16.80 રૂપિયા છે.
1 લાખ રૂપિયાના બનાવી દીધા 1.29 કરોડ રૂપિયા
આયુષ વેલનેસ (Aayush Wellness) ના શેર 7 જુલાઈ 2023ના 1.73 રૂપિયા પર હતા. કંપનીના શેર 7 જુલાઈ 2025ના 223.90 રૂપિયા પર બંધ થયા છે. આયુષ વેલનેસે બે વર્ષમાં 12842 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 7 જુલાઈ 2023ના આયુષ વેલનેસના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાનું રોકાણ બનાવી રાખ્યું હોત તો 1 લાખ રૂપિયાથી ખરીદવામાં આવેલા કંપનીના શેરની વેલ્યુ આજે 1.29 કરોડ રૂપિયા હોત. આયુષ વેલનેસ લિમિટેડનું માર્કેટ કેપ 7 જુલાઈ 2025ના 1090 કરોડ રૂપિયા નજીક પહોંચી ગયું છે.
1 વર્ષમાં 1109 ટકાનો ઉછાળો
આયુષ વેલનેસના શેરમાં છેલ્લા એક વર્ષમાં 1109 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર આ દરમિયાન 18.51 રૂપિયાથી વધી 223.90 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 5 મહિનામાં આયુષ વેલનેસના શેરમાં 300 ટકાની તેજી જોવા મળી છે. તો છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 48 ટકાથી વધુની તેજી જોવા મળી છે.
બોનસ શેર અને શેરનું વિભાજન પણ
આયુષ વેલનેસ લિમિટેડે ડિસેમ્બર 2024મા બોનસ શેરની ભેટ આપી છે. મલ્ટીબેગર કંપનીએ 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દરેક 2 શેર પર એક બોનસ શેર આપ્યો હતો. કંપનીએ ઓગસ્ટ 2024મા શેરને સ્પ્લિટ કર્યા હતા. કંપનીએ પોતાના શેરને 10 ટુકડામાં વિભાજીત કર્યો હતો. કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યુ ઘટાડી 1 રૂપિયા કરી દીધી હતી.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે