રેડી ટૂ મૂવ ઇન vs અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી? તમારા માટે કયો વિકલ્પ સારો? વિસ્તારથી સમજો

જો તમે પણ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો, પરંતુ રેડી ટૂ મૂવ ઇન અને અન્ડ કન્સ્ટ્રક્શન વચ્ચે પસંદગી કરવામાં ગુંચવાઈ રહ્યાં છો તો આજે અમે તમને તમામ માહિતી આપીશું. આ આર્ટિકલ વાંચી તમે નક્કી કરી શકશો કે તમારા માટે રેડી ટૂ મૂવ ઓન કે અન્ડર કન્સ્ટ્રક્શનમાંથી કઈ પ્રોપર્ટી સારી છે.

રેડી ટૂ મૂવ ઇન  vs અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી? તમારા માટે કયો વિકલ્પ સારો? વિસ્તારથી સમજો

Home Buying Tips: ઘર ખરીદવું લોકો માટે એ સપનું પૂર્ણ થવા જેવું હોય છે. તે જીવનની સૌથી મોટી ક્ષણમાં સામેલ હોય છે. પરંતુ મનમાં સવાલ આવે છે કે રેડી ટૂ મૂવ ઇન કે અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી વચ્ચે પસંદગી કઈ રીતે કરવી? બંનેમાંથી કયો વિકલ્પ તમારા માટે ફાયદાકારક રહેશે અને કેમાં નુકસાન થશે? જો તમારા મનમાં પણ આ સવાલ ઉઠી રહ્યાં છે તો આ લેખ તમારા માટે છે. બંને વિકલ્પના પોતાના ફાયદા અને નુકસાન છે. પરંતુ તમારા માટે કયો વિકલ્પ સારો છે તે ઘણા બિંદુઓ પર નિર્ભર કરે છે. આવો વિસ્તારથી તેના પર ચર્ચા કરીએ.

રેડી ટૂ મૂવ ઇન vs અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી
જો તમે રિયલ એસ્ટેટમાં નવા ઈન્વેસ્ટર છો અને તમને રેડી ટૂ મૂવ ઇન કે અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી વિશે ખબર નથી તો સૌથી પહેલા તેની વ્યાખ્યાને સમજો. ત્યારબાદ તમારી નાણાકીય સ્થિતિ અને જરૂરિયાત પર ધ્યાન આપવું જોઈએ.

આવો સમજીએ શું છે રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટી?
રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટી તે ઘર કે ફ્લેટ છે, જે બનીને સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે અને જેમાં તમે તત્કાલ રહેવાનું શરૂ કરી શકો છો. આ પ્રોપર્ટીમાં બધી જરૂરી સુવિધાઓ જેમ કે લાઇટ, પાણી, લિફ્ટ અને અન્ય પાયાની સુવિધા પહેલાથી હાજર હોય છે.

અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી શું હોય છે?
અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી તે જે પ્રોજેક્ટ છે, જે અત્યારે નિર્માણાધીન છે અને જેનો કબજો ભવિષ્યમાં મળશે. આ પ્રોપર્ટી સામાન્ય રીતે બિલ્ડર કે ડેવલોપર દ્વારા પ્રી-લોન્ચ કે નિર્માણના શરૂઆતી તબક્કામાં વેચવામાં આવે છે.

રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટીના ફાયદા
1. આ પ્રકારની મિલકતનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તેને ખરીદ્યા પછી તરત જ ઘરમાં શિફ્ટ થઈ શકો છો. ભાડાના મકાનથી છૂટકારો મેળવવા માંગતા લોકો માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

2. જો તમે રેડી ટુ મૂવ ઇન પ્રોપર્ટીમાં રોકાણ કરો છો, તો તમને એ જ પ્રોપર્ટી મળશે જે તમે ખરીદતી વખતે શોધી રહ્યા છો. તમે તેના બાંધકામની ગુણવત્તા, લેઆઉટ અને ફિનિશિંગનું અગાઉથી મૂલ્યાંકન કરી શકો છો, આમ કોઈપણ અનિશ્ચિતતા દૂર થાય છે.

3. રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટીમાં અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી જેમ નિર્માણમાં કોઈ વિલંબ થતો નથી.

4. રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટીમાં હોમ લોન લેનાર બાયર્સને ટેક્સ છૂટનો લાભ તત્કાલ મળી જાય છે.

રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટીના નુકસાન
1. કારણ કે આ ઘરનું બાંધકામ પહેલાથી થઈ ગયેલું હોય છે તેવામાં તમારે અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીની તુલનામાં વધુ કિંમત ચુકવવી પડી શકે છે.

2. આવી પ્રોપર્ટીમાં તમને ઈચ્છિત ફ્લોર કે વ્યૂ ડિઝાઇનિંગ મળતું નથી, તેમાંથી પહેલાથી ઉપલબ્ધ ડિઝાઇનની સાથે પસંદગી કરવી પડે છે.

3. જો તમે જૂની રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યાં છો તો તેમાં તમારો મેન્ટેન કરવાનો ખર્ચ વધી શકે છે.

અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીનો લાભ
1. તેની કિંમત રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટીની કિંમતની તુલનામાં થોડી ઓછી હોય છે. કારણ કે ગ્રાહકોને ફ્રી લોન્ચ ઓફર અને છૂટ જેવા લાભ મળી જાય છે.

2. પ્રોજેક્ટ પૂરો થવાની સાથે-સાથે પ્રોપર્ટીની કિંમત પણ વધી જાય છે, જેનાથી ઈન્વેસ્ટરને સારૂ રિટર્ન મળી શકે છે.

3. ઘણા બિલ્ડર દ્વારા ખરીદનારને ઈન્ટીરિયર કે ફ્લોર, લેઆઉટમાં ફેરફારનો વિકલ્પ આપવામાં આવે છે.

4. જો તમે અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં રોકાણ કરો છો તો તમને સમયની સાથે નવી ડિઝાઇન, સ્માર્ટહોમ ફીચર્સ અને સારી સુવિધા મળી શકે છે.

અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના નુકસાન
1. એવા ઘણા પ્રોજેક્ટ્સ છે જેમાં ગ્રાહકોએ અન્ડર કન્સ્ટ્રક્શન મિલકતોમાં રોકાણ કર્યું છે અને કબજો મેળવવા માટે તેમને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.

2. આવી મિલકતમાં રોકાણ કરવાનું સૌથી મોટું જોખમ એ છે કે જો બિલ્ડર નાદાર થઈ જાય અને પ્રોજેક્ટ અટકી જાય, તો તમારું રોકાણ જોખમમાં છે.

૩. અન્ડર કન્સ્ટ્રક્શન  મિલકતમાં રોકાણ ફક્ત મોડેલ ફ્લેટ અને બ્લુપ્રિન્ટના આધારે કરવામાં આવે છે. જેના કારણે મિલકતની ગુણવત્તાનો અંદાજ લગાવવો થોડો મુશ્કેલ બની શકે છે.

4. જો તમે આવી મિલકત માટે હોમ લોન લઈ રહ્યા છો, તો કર મુક્તિનો લાભ ફક્ત ત્યારે જ મળશે જ્યારે તમે મિલકતનો કબજો મેળવશો.

અન્ડર કન્સ્ટ્રક્શન અને રેડી ટૂ મૂવ ઇનમાંથી કઈ પ્રોપર્ટી સારી?
તમારે કયા પ્રકારની મિલકતમાં રોકાણ કરવું જોઈએ તે તમારી જરૂરિયાતો, બજેટ અને જોખમ લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમારે તાત્કાલિક ઘર બદલવાની જરૂર હોય, તમારી પાસે પૂરતું બજેટ હોય અને તમે બાંધકામમાં કોઈપણ વિલંબ કે અનિશ્ચિતતા ટાળવા માંગતા હો, તો રેડી ટુ મૂવ ઇન મિલકત તમારા માટે વધુ સારો વિકલ્પ હશે.

આ સિવાય જો તમે રોકાણ માટે શોધી રહ્યાં છો એટલે કે ભવિષ્યની યોજના બનાવી રહ્યાં છો અને તમારૂ બજેટ સીમિત છે અને તમે ઓછી કિંમત પર પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો, જો તમે જોખમ લેવા માટે તૈયાર છો તો આવા મામલામાં અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં પૈસા લગાવવા યોગ્ય રહેશે.

પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા આ વાતનું રાખો ધ્યાન
તમે ઈચ્છો તો અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યાં છો કે પછી રેડી ટૂ મૂવ ઇન પ્રોપર્ટીમાં, પૈસા લગાવતા પહેલા બિલ્ડરનો રેકોર્ડ જરૂર તપાસો. તે માટે તમારે બિલ્ટરની વિશ્વસનીયતા, પાછલા પ્રોજેક્ટ, રેરા રજીસ્ટ્રેશનની તપાસ કરી શકો છો. આ સિવાય તમને ખબર હોવી જોઈએ કે તમે જે પ્રોપર્ટીમાં તમારી મહેનતની કમાણી લગાવી રહ્યાં છો, તેમાં બધા પ્રોપર્ટીના દસ્તાવેજ જેમ કે ટાઇટલ ડીલ, એનઓસી અને મંજૂરીની બધી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરેલી હોય. તમારે પૈસા લગાવતા પહેલા પ્રોપર્ટીના ખર્ચનો અંદાજ લગાવી લેવો જોઈએ જેમ કે રજીસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટી, મેન્ટેનન્સ અને અન્ય છુપા ખર્ચ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news