5 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 20 લાખ રૂપિયા, આ સ્મોલકેપ સ્ટોકે મચાવી ધમાલ
શેર બજારમાં એવી ઘણી કંપની હોય છે, જે રોકાણકારોને માલામાલ બનાવતી હોય છે. કંપની સારી હોય તો સસ્તા શેરમાં રોકાણ કરીને પણ મોટી કમાણી કરી શકાય છે. આજે અમે તમને આવા એક શેર વિશે માહિતી આપીશું.
Trending Photos
Stock Market News: સ્મોલકેપ કંપની ફોર્સ મોટર્સના સ્ટોકમાં છેલ્લા પાંચ વર્ષમાં 1950 ટકાથી વધુની તેજી આવી છે. સ્મોલકેપ કંપનીના સ્ટોકે 5 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 20 લાખ બનાવી દીધું છે. ફોર્સ મોટર્સના શેર 24 જુલાઈ 2025ના 20563 રૂપિયા પર પહોંચ્યા અને પોતાનો રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. કંપનીના સ્ટોકનું 52 સપ્તાહનું લો લેવલ 6128.55 રૂપિયા છે. આ વર્ષે અત્યાર સુધી ફોર્સ મોટર્સના શેરમાં 175 ટકાથી વધુની તેજી જોવા મળી છે.
1 લાખના બનાવી દીધા 20 લાખથી વધુ
ફોર્સ મોટર્સના સ્ટોકમાં છેલ્લા પાંચ વર્ષમાં 1950 ટકાથી વધુની તેજી જોવા મળી છે. કંપનીના શેર 31 જુલાઈ 2020ના 888.05 રૂપિયા પર હતા. ફોર્સ મોટર્સનો શેર 28 જુલાઈ 2025ના 18269.70 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કોઈ વ્યક્તિએ 31 જુલાઈ 2020ના ફોર્સ મોટર્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની વેલ્યુ 20.57 લાખ હોત. ફોર્સ મોટર્સમાં પ્રમોટર્સની ભાગીદારી 61.63 ટકા છે, જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ 37.38 ટકા છે.
બે વર્ષમાં 630 ટકાની તેજી
છેલ્લા બે વર્ષમાં ફોર્સ મોટર્સના શેર 633 ટકાથી વધુ વધ્યા છે. 28 જુલાઈ 2023 ના રોજ સ્મોલકેપ કંપનીના શેર 2488.40 રૂપિયા પર હતા. 28 જુલાઈ 2025 ના રોજ કંપનીના શેર 18,269.70 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં ફોર્સ મોટર્સના શેરમાં 1660 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ફોર્સ મોટર્સના શેર 175 ટકાથી વધુ ઉછળ્યા છે. આ વર્ષની શરૂઆતમાં, 1 જાન્યુઆરી 2025 ના રોજ સ્મોલકેપ કંપનીના શેર 6631.55 રૂપિયા પર હતા. 28 જુલાઈ 2025 ના રોજ કંપનીના શેર 18269.70 રૂપિયા પર પહોંચી ગયા છે.
52% વધ્યો કંપનીનો નફો
ચાલૂ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ફોર્સ મોટર્સનો નફો વાર્ષિક આધાર પર 52.3 ટકા વધી 176.33 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. એક વર્ષ પહેલા સમાનગાળામાં કંપનીને 115.7 કરોડ રૂપિયાનો નફો થયો હતો. ફોર્સ મોટર્સનું રેવેન્યુ ચાલૂ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 21.9 ટકા વધી 2297 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. એક વર્ષ પહેલાના સમાનગાળામાં કંપનીનું રેવેન્યુ 1885 કરોડ રૂપિયા હતું.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે