1 રૂપિયાથી પણ સસ્તો આ પેની સ્ટોક બનશે આગામી મલ્ટીબેગર? મહિનાથી મચાવી રહ્યો છે ધૂમ

શુક્રવારે આ સ્ટોકમાં લગભગ 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો. કંપનીના પરિણામ મજબૂત આવ્યા છે. જેનાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે. જાણો વિગતો. 

1 રૂપિયાથી પણ સસ્તો આ પેની સ્ટોક બનશે આગામી મલ્ટીબેગર? મહિનાથી મચાવી રહ્યો છે ધૂમ

શુક્રવારે 30 મેના રોજ જ્યાં શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું ત્યાં 1 રૂપિયાથી પણ સસ્તો આ પેની સ્ટોક ધૂમ મચાવી ગયો. IFL Enterprises નામના આ સ્ટોકે અઠવાડિયાના છેલ્લા દિવસે કારોબારી દિવસ 19.28%ના અપર સર્કિટ સાથે ઉછળી ગયો અને 0.99 રૂપિયા સુધી પહોંચી ગયો. રસપ્રદ વાત એ છે કે આ એ જ સ્ટોક છે જેણે ફક્ત 1 મહિનામાં 40% સુધીનું રિટર્ન આપ્યું. આ તગડા રેવન્યુ ઝંપે તેને રોકાણકારોની આંખોમાં સ્ટાર બનાવી દીધો. આવામાં સવાલ એ ઉઠે છે કે શું તે આગામી મલ્ટીબેગર બનવા જઈ રહ્યો છે?

કેમ ભાગી રહ્યો છે સ્ટોક
આ શેર(IFL Enterprises Ltd Share)માં આવેલી તેજીનું મોટું કારણ છે કંપનીએ હાલમાં જ બહાર પાડેલા Q4 (જાન્યુઆરી-માર્ચ 2025)ના પરિણામો. જે  આશા કરતા ઘણા સારા રહ્યા. કંપનીએ આ ત્રિમાસિકમાં ₹3.04 કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે જ્યારે એક વર્ષ પહેલા આ ત્રિમાસિકમાં ₹67.87 લાખનું નુકસાન થયું હતું. એટલે કે  કંપની નુકસાનમાંથી નફામાં આવી ગઈ. તે પણ દમદાર રીતે. રેવન્યુની વાત કરીએ તો કંપનીની ઓપરેશનલ ઈનકમ પણ 1.98 કરોડથી સીધી 72.13 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે જે લગભગ 36 ગણી વધુ છે. આ આંકડા દર્શાવે છે કે કંપનીનો બિઝનેસ  હવે મજબૂત મોડ પર પહોંચી ગયો છે. 

આખા વર્ષનો ગ્રોથ પણ જબરદસ્ત
ફક્ત એક ત્રિમાસિક નહીં પરંતુ સમગ્ર ફાઈનાન્શિયલ યર 2024-25માં કંપનીએ દમદાર પ્રદર્શન કર્યું છે. FY25 માં કુલ રેવન્યુ ₹120.60 કરોડ રહ્યું જ્યારે FY24 માં તે ₹8.24 કરોડ હતું. નેટ પ્રોફિટ પણ વધીને ₹2.99 કરોડ પહોંચી ગયો જે ગત વર્ષે ₹84.5 લાખ હતો. એટલે કે કંપનીનું સેલ અને નફો બંનેમાં ત્રણ અંકોનો ગ્રોથ જોવા મળ્યો. 

IFL Enterprises Ltd એ જૂન 2024માં રાઈટ્સ ઈશ્યુ દ્વારા ₹49.53 કરોડ ભેગા કર્યા છે. આ ઈશ્યુને 1.21 ગણો સબસ્ક્રાઈબ કરાયો હતો. જેનાથી એ સ્પષ્ટ છે કે રોકાણકારોને કંપનીના ફ્યૂચર ગ્રોથ પર ઘણો ભરોસો છે. ભેગી કરેલી રકમતી કંપની પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરશે. વર્કિંગ કેપિટલ મેનેજ કરશે અને ડે ટુ ડે ઓપરેશન્સને પણ વધુ સારા બનાવશે. 

શેરનું પ્રદર્શન
IFL Enterprises Ltd ના શેર ગત મહિને 41 ટકા સુધી ચડ્યા હતા. જો કે છેલ્લા એક વર્ષમાં તેમાં 43 ટકાનો ઘટાડો જોવા મળ્યો. પરંતુ 5 વર્ષની વાત કરીએ તો તેણે 312% નું રિટર્ન આપ્યું છે. તેનું 52 અઠવાડિયાનું હાઈ લેવલ ₹1.82 અને લો લેવલ ₹0.59 રહ્યું છે. 

આ શેર પર દાવ લગાવવો કે નહીં
માર્કેટ એક્સપર્ટ્સ મુજબ પેની સ્ટોક્સમાં રોકાણ કરવું એ હંમેશા રિસ્કી હોય છે. પરંતુ જ્યારે કોઈ કંપની નુકસાનમાંથી નફામાં આવે છે અને રેવન્યુમાં જબરદસ્ત ઉછાળો આવે તો એવા સ્ટોક્સમાં સટીક સમયે એન્ટ્રી મોટો ફાયદો કરાવી શકે છે. IFL Enterprises એવા ફેઝમાંથી પસાર થઈ રહી છે. ધ્યાન રાખવું કે તેમાં ઉતાર ચડાવ પણ ઝડપથી આવી શકે છે. આથી રિસર્ચ અને પોર્ટફોલિયો બેલેન્સ સાથે જ પૈસા લગાવવાનું વિચારવું. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news