1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે આ દિગ્ગજ કંપની, રેકોર્ડ ડેટ થઈ જાહેર
Bonus Share: વી માર્ટ રિટેલ ઈન્ડિયા (V-Mart Retail Ltd) એ બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી છે. કંપનીએ એક શેર પર 3 બોનસ શેર આપવાનીછે. મહત્વનું છે કે કંપની પ્રથમવાર ઈન્વેસ્ટરોને બોનસ શેર આપી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ શેર બજારમાં બોનસ શેર અને ડિવિડન્ડ પર દાવ લગાવનાર ઈન્વેસ્ટરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. શેર બજારમાં વધુ એક કંપની બોનસ શેર આપવાની છે. આ કંપનીનું નામ વી-માર્ટ રિટેલ ઈન્ડિયા છે. જાણો આ બોનસ શેર વિશે.
1 શેર પર 3 બોનસ શેર આપવામાં આવશે
શુક્રવારે વી-માર્ટ ઈન્ડિયાએ જણાવ્યું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેર પર 3 બોનસ શેર તરીકે આપવામાં
આવશે. આ બોનસ ઈશ્યુ માટે કંપનીએ 23 જૂન 2025ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે જે દિવસે ઈન્વેસ્ટરોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં રહેશે તેને બોનસ શેરનો લાભ મળશે.
વી માર્ટ રિટેલ ઈન્ડિયાએ છેલ્લે ઈન્વેસ્ટરોને 2022મા ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારે કંપનીએ એક શેર પર 75 પૈસાનું ડિવિડન્ડ આપ્યું હતું. 2019મા કંપનીએ એકશેર પર 1.70 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
શેર બજારમાં કંપનીનું પ્રદર્શન
વી માર્ટ રિટેલ ઈન્ડિયાના શેર શુક્રવારે 0.14 ટકાના ઘટાડા બાદ 3406.60 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. છેલ્લા 3 મહિના દરમિયાન કંપનીએ ઈન્વેસ્ટરોને 14 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. તો એક વર્ષમાં કંપનીના શેરમાં 61 ટકાનો વધારો થયો છે. જ્યારે આ દરમિયાન સેન્સેક્સમાં 10 ટકાની તેજી જોવા મળી છે.
વી-માર્ટરિટેલ ઈન્ડિયાનો 52 વીક હાઈ 4517.30 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 2058.70 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 6759.87 કરોડ રૂપિયા શુક્રવારે હતું. મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષમાં વી માર્ટ રિટેલ ઈન્ડિયાના શેરની કિંમતમાં 582 ટકાનો વધારો થયો છે.
(ડિસ્ક્લેમરઃ આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. ઈન્વેસ્ટમેન્ટનો કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ જરૂર લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે