'સીરિયલ કિસર'ના ટેગથી પરેશાન થઈ જતો હતો Emraan Hashmi, વર્ષો બાદ એક્ટરનું દર્દ છલકાયું, કહ્યું- આ ઈમેજ મારા માટે.....
Emraan Hashmi: ઇમરાન હાશમીને બોલીવુડનો સીરિયલ કિસર કહેવામાં આવે છે. તાજેતરમાં અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં ખુદને મળેલા ટેગ પર મૌન તોડ્યું છે અને ચોંકાવનારી વાત કહી છે.
Trending Photos
Emraan Hashmi On Serial Kisser Tag: ઇમરાન હાસમી આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોને લઈને ચર્ચામાં છે. અભિનેતા ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે. આ વચ્ચે તાજેતરમાં ઇમરાન હાશમી રણવીર ઇલાહાબાદિયાના પોડકાસ્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના 'સીરિયલ કિસર' ટેગ વિશે ચોંકાવનારી વાત કહી.
'સીરિયલ કિસર' ના ટેગથી ઇમરાન હાશમીને આવતો હતો ગુસ્સો
હકીકતમાં ઇમરાન હાશમીએ સ્વીકાર્યુ કે એક સમય એવો હતો જ્યારે તે આ ટેગથી પરેશાન થઈ જતાં હતા. તેમણે કહ્યું કે 'સીરિયલ કિસર' ટેગનો ઉપયોગ બધા લોકો માર્કેટિંગ માટે કરતા હતા અને ફિલ્મોમાં કિસ સીન ત્યારે પણ સામેલ કરવામાં આવતા હતા જ્યારે તેની જરૂરીયાત નહોતી.
તેમણે કહ્યું, 'એક સમય હતો જ્યારે હું થોડો પરેશાન થતો હતો. હું ઈચ્છતો હતો કે લોગો મને થોડો સીરિયસલી લે. 2003થી 2012 માટે મારી આ ઇમેજ એક લેબલ બની ગઈ હતી. તેનો ઉપયોગ માર્કેટિંગ માટે કરવામાં આવ્યો, ફિલ્મોમાં કારણ વગર વસ્તુઓ સામેલ કરવામાં આવી. મીડિયા પણ મારા નામની આગળ સીરિયલ કિસર ટેગનો ઉપયોગ કરતું હતું. આ બધુ મેં જે કર્યું તેનું કારણ છે. તે માટે હું કોઈને દોષિ ન ઠેરવી શકું.'
સીરિયલ કિસરની ઈમેજ દૂર થવાનો પ્રયાસ કર્યો
ઈમરાન હાશ્મીએ વધુમાં જણાવ્યું કે કેવી રીતે તેણે સીરીયલ કિસરની ઈમેજથી દૂર રહેવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દર્શકો પણ તેને બીજું કંઈ કરતા જોવા માંગતા ન હતા. તેણે કહ્યું, "પરંતુ જ્યારે તમે તે તબક્કો પાર કરો છો, ત્યારે તમે કંઈક બીજું કરવા માંગો છો. તમે એક અભિનેતા તરીકે ગંભીરતાથી લેવા માંગો છો. તમે અલગ-અલગ ફિલ્મો કરવાનો પ્રયાસ કરો છો. પરંતુ પછી લોકો કહેશે, 'સારું, આમાં તે નહોતું.' હું કંઈક નવું રજૂ કરી રહ્યો છું, તમે એક જ વસ્તુને ફરીથી કેમ જોવા માંગો છો, પરંતુ મને તેનાથી કોઈ સમસ્યા નથી.
મહત્વનું છે કે ઇમરાન હાશમીની ઇમેજ એક સીરિયલ કિસરના રૂપમાં ત્યારે બની જ્યારે તેમણે મર્ડર ફ્રેન્ચાઇઝીમાં કામ કર્યું હતું. આ વચ્ચે અભિનેતા જલ્દી પોતાની ગ્રાઉન્ડ ઝીરોમાં જોવા મળશે. આ ફિલ્મ 25 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે