Zee Exclusive: બાંગ્લાદેશમાં ભારે હલચલ, શેખ હસીના સ્વદેશ પાછા ફરી રહ્યા છે? પોલીસ એલર્ટ મોડ પર

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં અચાનક ભારે હલચલ જોવા મળી રહી છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. એવું કહેવાય છે કે શેખ હસીના બાંગ્લાદેશ પાછા ફરી શકે છે. 

Zee Exclusive: બાંગ્લાદેશમાં ભારે હલચલ, શેખ હસીના સ્વદેશ પાછા ફરી રહ્યા છે? પોલીસ એલર્ટ મોડ પર

બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં જોરદાર હલચલ જોવા મળી રહી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ છે. બાંગ્લાદેશ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે શેખ હસીના જલદી સ્વદેશ પાછા ફરી શકે છે. શેખ હસીનાની સંભવિત વાપસી અંગે બાંગ્લાદેશ પોલીસને એલર્ટ મોર્ડ પર રાખવામાં આવી છે. તમામ પોલીસ મથકોને સતર્ક રહેવા માટે આદેશ જારી કરાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે શેખ હસીના હાલ દિલ્હી-એનસીઆરમાં કોઈ સેફ હાઉસમાં રહે છે. અમારી સહયોગી વેબસાઈટ Zee ન્યૂઝ પાસે ચટગાંવ મેટ્રોપોલીટન પોલીસ તરફથી બહાર પાડવામાં આવેલો અધિકૃત આદેશ છે જેમાં તમામ પોલીસ મથક પ્રભારીઓને નિર્દેશ અપાયા છે કે તેઓ પોત પોતાના ક્ષેત્રોમાં નિગરાણી રાખે અને કોઈ પણ અસામાજિક કે રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓને તરત રોકવા માટે જરૂરી કાર્યવાહી કરે. 

આવામી લીગના લોકોની ઢાકા તરફ કૂચ
બાંગ્લાદેશ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આગામી એક સપ્તાહમાં દેશના દરેક રાજ્યોમાંથી 200થી 250 આવામી લીગ સમર્થકો રાજધાની ઢાકા તરફ આગળ વધી શકે છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સંભવિત વાપસી ભારે ગરમાવો લાવી શકે છે. પોલીસના જણાવ્યાં મુજબ આવામી લીગના સમર્થક કોઈ પ્રકારની ગડબડી ફેલાવી શકે છે. આવામાં વિશેષ સતર્કતા વર્તવાના આદેશ અપાયા છે. આદેશમાં કહેવાયુ છે કે અનેક અપરાધી ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોન, સીમકાર્ડ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે. 

પોલીસને નિર્દેશ

1. આવામી લીગ સમર્થકોની તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવે. 
2. તમામ પોલીસ મથક વિસ્તારોમાં સંદિગ્ધ વ્યક્તિઓની ઓળખ કરીને તેમના પર નિગરાણી રાખવામાં આવે.
3. સ્થાનિક મસ્જિદો, રાજનીતિક પક્ષો (BNP, જમાત એ ઈસ્લામી, NCP) અને ધાર્મિક નેતાઓા માધ્યમથી લોકોને સતર્ક રહેવા માટે જાગૃત કરવામાં આવે. 
4. એવી સ્થિતિમાં કોઈને પણ ઢાકા તરફ આગળ વધવા દેવામાં ન આવે. હસીના સમર્થકોને પોતાના ક્ષેત્રમાં જ રોકી દેવામાં આવે. 
5. ગેરકાયદે દસ્તાવેજો, ફેક આઈડી અને પાસપોર્ટ સંબંધિત ગતિવિધિઓની તરત તપાસ કરવામાં આવે. 
6. તમામ અપરાધીઓ જેમના વિરુદ્ધ કેસ નોંધાયા છે તેમના મોબાઈલ ટ્રેક ક રીને ધરપકડ કરવામાં આવે. 
7. આ ઉપરાંત તમામ પોલીસ મથકોને નિર્દેશ અપાયા છે કે તેઓ રોજ સાંજે 8 વાગ્યા સુધીમાં વિશેષ રિપોર્ટ હેડક્વાર્ટર મોકલે. 
8. ચટગાંવ ડેપ્યુટી પોલીસ કમિશનરના હસ્તાક્ષરવાળા આ નિર્દેશની એક કોપી તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સુરક્ષા એજન્સીઓ અને પ્રસાસનિક શાખાઓને મોકલી દેવાઈ છે. જેથી કરીને દેશમાં કાયદો-વ્યવસ્થા  જાળવી શકાય. 

48 કલાક પહેલા શું થયું
અવામી લીગ તરફથી એક મહિના પહેલા જ કહેવામાં આવી રહ્યું હતું કે શેખ હસીના સ્વદેશ પાછા ફરશે અને તેઓ બાંગ્લાદેશના પીએમનું પદ પણ સંભાળશે. હસીનાને શરણ આપવા બદલ અનેકવાર ભારતનો આભાર પણ વ્યક્ત કરાયો છે. પરંતુ હવે  હસીનાના દેશમાં ભારે હલચલ છે. વાત જાણે એમ છે કે 48 કલાક પહેલા પૂર્વ પીએમએ સ્પષ્ટ કર્યું કે તેઓ જલદી બાંગ્લાદેશ પાછા ફરશે. તેમણે દેશમાં ઉથલ પાથલ માટે મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા. હસીનાએ કહ્યું કે અલ્લાહે મને એક ખાસ હેતુસર જીવિત રાખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news