Raj Kapoor: રાજ કપૂરના એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે પત્નીએ છોડ્યું ઘર, ઋષિ કપૂરે જ પિતાના આ શોખને લઈ ખુલ્લમ ખુલ્લા વાતો કરી
Raj Kapoor Extra Marital Affair: બોલીવુડમાં અફેર અને બ્રેકઅપ આજકાલ વધારે થાય છે એવું નથી. વર્ષોથી આ સિલસીલો ચાલે છે. એક સમય હતો જ્યારે ખુદ ઋષિ કપૂરે જ પોતાના પિતા એટલે કે રાજ કપૂરના અફેર વિશે ભાંડો ફોડ્યો હતો.
Trending Photos
Raj Kapoor Extra Marital Affair: સુપરસ્ટાર ઋષિ કપૂર એ પોતાની આત્મકથા ખુલ્લમ ખુલ્લા ઋષિ કપૂર અનસેન્સર્ડમાં પોતાના જીવનને લઈને અને પોતાના પિતાના જીવનને લઈને પણ કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો છે. ઋષિ કપૂર એ પોતાના પિતા રાજ કપૂરના અફેર વિશે પણ આ પુસ્તકમાં લખ્યું છે. ઋષિ કપૂરએ લખ્યું છે કે તેના પિતા રાજ કપૂરને ફિલ્મો, દારૂ અને તેમની હિરોઈનો ખૂબ પસંદ હતી. તેણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે નરગિસ અને વૈજન્તીમાલા સાથે રાજ કપૂરના સંબંધ હતા. રાજ કપૂર અને નરગીસની પ્રેમ કહાની વિશે તો સૌ કોઈ જાણે છે. ઋષિ કપૂરએ લખ્યું છે કે તેના પિતા તે સમયે 28 વર્ષના હતા અને નરગિસ તેમની ફિલ્મોની હિરોઈન હતી. અને તે બંને એકબીજાને પ્રેમ કરતા હતા.
નરગીસ સિવાય રાજ કપૂર અને વૈજન્તીમાલાનું પણ અફેર હતું. ઋષિ કપૂરએ તેની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે કે જ્યારે તેના પિતાનું અફેર વૈજન્તીમાલા સાથે હતું ત્યારે ઋષિ કપૂરને લઈને તેની માતા મરીન ડ્રાઈવની હોટલમાં રહેવા જતી રહી હતી. ઋષિ કપૂર સાથે તેની માતા હોટલના અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગઈ હતી ત્યાર પછી રાજ કપૂરે તેમને ઘરે લાવવાના અનેક પ્રયત્ન કર્યા પરંતુ તેની માતા ત્યાં સુધી ઘરે નગર જ્યાં સુધી રાજ કપૂર એ તેના અફેરનો અંત ન કર્યો.
ઋષિ કપૂર ઓટોબાયોગ્રાફીમાં એવું પણ લખ્યું છે કે રણબીર કપૂરની જેમ ઋષિ કપૂર તેના પિતા સાથે સહજ ન હતા. પરંતુ જેમ જેમ તે પોતાના પિતાને જાણવા લાગ્યો તેમ તેના માટે માન સન્માન વધવા લાગ્યું. ઋષિ કપૂરએ પોતાના પુસ્તકમાં એવું પણ લખ્યું છે કે રાજ કપૂર દારૂ પીવાના શોખીન હતા. તેના પિતાની ફેવરેટ વિસ્કી કોઈની સાથે શેર ન કરતા.
આમ તો રાજ કપૂરનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે પરંતુ તેમનું નરગીસ સાથેનું અફેર સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. એક ડોક્યુમેન્ટરી પણ બની હતી જેમાં રાજ કપૂરને પોતાના અને નરગીસના સંબંધોને લઈને ખુલીને વાત કરી હતી. રાજ કપૂર અને નરગીસે 18 ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. જોકે નરગીસ સાથે તેની મુલાકાત ત્યારે થઈ જ્યારે તેના લગ્ન પણ થઈ ગયા હતા અને તેમને બાળકો પણ હતા.
રાજ કપૂર એ નરગીસના વખાણ કરતા એક સમયે એવું કહ્યું હતું કે તે એક શાનદાર અભિનેત્રી છે અને તે એક પરી જેવી લાગે છે. જ્યારે રાજ કપૂરને પૂછવામાં આવ્યું કે તેણે નરગીસ સાથે લગ્ન શા માટે ન કર્યા તો રાજ કપૂર એ કહ્યું હતું કે તેમની સાથેનો સંબંધ વિચિત્ર હતો. નરગીસ સાથે તેમનો સંબંધ એવો હતો જેને કોઈ નામ ન આપવામાં આવે તો જ સારું. જોકે આ ઇન્ટરવ્યૂમાં તેમણે નરગીસનું નામ લીધું ન હતું તેઓ બસ એક અભિનેત્રી વિશે વાત કરતા રહ્યા.
રાજ કપૂર એવું પણ કહ્યું કે તેમના સંતાનોની માતાનું નામ કૃષ્ણા છે અને બંને વચ્ચે એક લિમિટ હતી. તેણે એવું પણ કહ્યું હતું કે તેને ક્યારેય અભિનેત્રીને પોતાની પત્ની તરીકે સપના દેખાડવાનો પ્રયત્ન ન કર્યો. તે બંનેને એકબીજા વિશે બધું જ ખબર હતી. આ સંબંધોમાં કોઈએ કોઈને ચિટ કર્યા નથી. નરગીસનો પણ એવો કોઈ ઈરાદો ન હતો તેથી બધું જ ક્લિયર હતું અને તેમની વચ્ચે એક અન્ડરસ્ટેન્ડિંગ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે