ભારતમાં ભૂંસાઈ જશે આ શહેરનું નામોનિશાન, 20,000થી વધુ મકાનો જમીનદોસ્ત થઈ જશે!

MP Whole City Demolished: NCLએ સિંગરૌલીના કોલસાનું ઉત્પાદન વધારવા માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સિંગરૌલીના મુખ્ય ભાગોને હટાવીને કોલસાની ખાણકામની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ સિંગરૌલીના લગભગ એક લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવશે. આ યોજના 2032 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ સાથે મોરવા શહેર ભૂંસાઈ જશે.

ભારતમાં ભૂંસાઈ જશે આ શહેરનું નામોનિશાન, 20,000થી વધુ મકાનો જમીનદોસ્ત થઈ જશે!

સિંગરૌલીઃ મધ્ય પ્રદેશનું એક શહેર ઈતિહાસ બની જશે. હરસૂદની જેમ હવે સિંગરૌલી જિલ્લાના મોરવામાં પણ સૌથી મોટું વિસ્થાપન થશે. આશરે 20 હજારથી વધુ મકાન શહેરમાં તોડવામાં આવશે કારણ કે અહીં કોલસાનો મોટો ભંડાર મળ્યો છે. તેને લઈને NCL (નોર્ધન કોલ ફિલ્ડ્સ લિમિટેડ) એ એક માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ પ્લાન હેઠળ કોલસા ઉત્પાદન વધારવા માટે મોરવાને હટાવવામાં આવશે. 

એમપીનું હશે સૌથી મોટું વિસ્થાપન
આ વિસ્થાપન 2032 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેમાં NCLનું મુખ્યાલય અને રહેણાંક વસાહતનો પણ સમાવેશ થાય છે. કંપની આગામી દસ વર્ષમાં અહીંથી કોલસાનું ઉત્પાદન શરૂ કરવા માંગે છે. આ પ્લાનને કોલ ઈન્ડિયાના બોર્ડ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે. તેથી મોરવાને હવે કોઈ રાહત મળવાની આશા નથી.

મોટા ઝટકા સમાન
NCL નો માસ્ટર પ્લાન સિંગરૌલી માટે એક મોટો ઝટકો છે. તેનાથી લગભગ 1 લાખ લોકો વિસ્થાપિત થશે. સ્થાનીક લોકો અનુસાર મોરવામાં લગભગ 20 હજાર મકાન છે. તેને એશિયાનું સૌથી મોટું નગરીય વિસ્થાપન માનવામાં આવી રહ્યું છે. આ વિસ્થાપન કોલસાનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવી રહ્યું છે. NCL મુહેર સબ બેસિનને સિંગરૌલી મુખ્ય બેસિન સાથે મર્જ કરીને કોલસાના ખાણકામને વેગ આપવા માંગે છે.

કોલસાના ક્ષેત્રો 2202 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે
સિંગરૌલી કોલ ફિલ્ડ 2202 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. મુહર સબ બેસિન 312 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જ્યારે સિંગરૌલી મુખ્ય બેસિન 1890 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અત્યાર સુધી માત્ર મુહેર પેટા બેસિનમાં જ કોલસાનું ખાણકામ થઈ રહ્યું છે. પરંતુ માસ્ટર પ્લાનમાં સમગ્ર કોલસા ક્ષેત્રોમાં ખાણકામની તૈયારી છે. આ માટે વોર્ડ નંબર 3, 4, 5, 6, 7, 8, 9 અને 10ની કુલ 1485 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. જેના કારણે 20 હજાર મકાનો તોડી પાડવામાં આવશે.

વળતર મળશે
તો મોરવાના વિસ્થાપિતોને વળતર આપવામાં આવશે. તે 35000 કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. હવે તે જોવાનું રહેશે કે અહીં રહેતા પરિવારોને કઈ જગ્યાએ વસાવવામાં આવશે. વિસ્થાપિત થનાર લોકો સાથે કોલ ઈન્ડિયા વાત કરી તેનું પ્લાનિંગ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news