કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે ગુંજી કિલકારીઓ, અભિનેત્રીએ નાની પરીને આપ્યો જન્મ
Kiara Advani-Sidharth Baby Girl: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરે એક નાનકડી પરી જન્મ થયો છે. કિયારાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. લગ્નના લગભગ અઢી વર્ષ પછી બન્ને માતા-પિતા બન્યા છે. બન્નેએ વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા.
Trending Photos
Kiara Advani-Sidharth Baby Girl: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના જીવનનો ખુશીઓએ દરવાજો ખટખટાવ્યો છે. બન્ને બેમાંથી ત્રણ થયા છે. કિયારાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. બન્ને માતા-પિતા બન્યા છે. સિદ્ધાર્થ અને કિયારાની જોડી બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. ફેન્સે બન્નેને એકસાથે ખૂબ પસંદ કરે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં બન્નેએ તેમના બધા ફેન્સ સાથે માહિતી શેર કરી હતી કે તેઓ બન્ને માતા-પિતા બનવાના છે.
28 ફેબ્રુઆરીએ પ્રેગ્નન્સીની જાહેરાત કરતી વખતે કિયારાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી, જેમાં બન્નેએ હાથમાં બેબી મોજાં પકડેલા હતા. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, "અમારી જિંદગીની સૌથી મોટી ભેટ. ટૂંક સમયમાં આવી રહી છે." હવે તે દિવસ આવી ગયો છે. ભગવાને બન્નેને પુત્રી આપી છે.
ક્યારે થયા હતા લગ્ન?
સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન લગભગ અઢી વર્ષ પહેલા થયા હતા. બન્નેના લગ્ન 7 ફેબ્રુઆરી 2023ના રોજ થયા હતા. 2021માં 'શેરશાહ' ફિલ્મ એકસાથે રિલીઝ થઈ હતી. એવું કહેવાય છે કે, બન્નેની પ્રેમ કહાની આ ફિલ્મના સેટ પરથી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં પણ બન્નેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી હતી.
બન્નેએ પોતાના સંબંધોને ખાનગી રાખ્યા અને પછી લગ્ન કરી લીધા હતા. અને હવે બન્ને એક પુત્રીના માતા-પિતા બન્યા છે. લોકો બન્નેને અભિનંદન આપી રહ્યા છે.
પ્રેગ્નન્સી માટે કિયારાએ આ મોટી ફિલ્મ છોડી દીધી
કિયારા અડવાણી ટૂંક સમયમાં ઋત્વિક રોશન સાથે 'વોર 2'માં જોવા મળશે. આ ઉપરાંત તેના ખાતામાં બીજી એક મોટી ફિલ્મ છે. તે છે ફરહાન અખ્તરની 'ડોન 3'. તેમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે અને કિયારાને તેની સામે કાસ્ટ કરવામાં આવી હતી. પરંતુ પ્રેગ્નન્સીને કારણે કિયારાએ આ ફિલ્મ છોડી દીધી છે. રિપોર્ટનું માનીએ તો 'ડોન 3'માં કિયારાની જગ્યાએ કૃતિ સેનન કાસ્ટ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે