અરિજીત સિંહના લાઈવ પરફોર્મન્સની રકમ જાણી તમે ચોંકી ઉઠશો, માત્ર 2 ક્લાકના આટલા કરોડ...

અરિજીત સિંહ બોલીવૂડના શ્રેષ્ઠ સિંગર તરીકે ગણાય છે. કરોડો લોકો તેમના ગીતોના ચાહક છે. તેઓ એક લાઈવ પરફોર્મન્સની ખૂબ મોટી રકમમાં ફી લે છે, જેને કરોડોમાં ગણી શકાય. 
 

અરિજીત સિંહના લાઈવ પરફોર્મન્સની રકમ જાણી તમે ચોંકી ઉઠશો, માત્ર 2 ક્લાકના આટલા કરોડ...

Arijit Singh: અરિજીત સિંહને બોલીવુડના શ્રેષ્ઠ સિંગર છે. તેની ફેન-ફોલોઈંગ જબરદસ્ત છે. અરિજીતે તેના દરેક ગીતોથી લોકોના દિલ જીત્યા છે. દરમિયાન આ પ્રખ્યાત ગાયકની આવક શું હશે તેના વિશે ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ મુજબ અરિજીત લાઈવ પર્ફોમન્સની પણ મોટી રકમમાં ફી લે છે. 

રાહુલ વૈદ્યએ અરિજીત વિશે જણાવ્યું
કહેવામાં આવે છે કે અરિજીત 2 કલાકના લાઈવ પરફોર્મન્સના 14 કરોડ રુપિયા લે છે. આ ખુલાસો રાહુલ વૈદ્યએ કર્યો છે. રાહુલે અરિજીતના વખાણ કરતાં કહ્યું કે તેઓ એવાં ગાયક છે જેમની પાસેથી અન્ય આર્ટિસ્ટને ઘણું શીખવા મળ્યું છે. આપણને લાગે કે અરિજીતની આટલી મોટી રકમ જાણી લોકો ના પાડી દે પરંતુ તેવું નથી. લોકો કહે છે કે, ભલે તમે વધુ ફી લો પણ ગીતો તો અરિજીતના સ્વરે જ સાંભળવા છે. વધુમાં, અરિજીત અને તેની મેનેજમેન્ટ ટીમે અનેક સિંગર્સને તાલીમ પણ આપી છે. 

રાહુલે આગળ કહ્યું કે, પહેલા સિંગર્સની ફી અંગેની વાતો લાખોમાં થતી અને હવે કરોડોમાં થાય છે. અરિજીત સિંહની ખાસ વાત એ છે કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં આટલાં ખ્યાતનામ હોવા છતાં કોઈ પ્રકારનો દેખાડો કરતાં નથી. તેમની પ્રોફાઈલ ખૂબ જ સરળ રહી છે. 

ઈંગ્લેંડમાં રેકોર્ડ તોડશે અરિજીત
અરિજીત સિંહ 5 સપ્ટેમ્બર 2025ના રોજ યુકેના સૌથી મોટા સ્ટેડિયમમાં પરફોર્મ કરવાના છે. આ તેમના જીવનની એક મોટી સફળતા કહી શકાય કેમકે તેઓ પહેલાં ભારતીય ગાયક છે કે જેઓ તે સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. સ્પોટીફાય એપ પર અરિજીત સૌથી વધુ, 140 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. આ લિસ્ટમાં તેમણે ટેલર સ્વિફ્ટ, એડ શીરન અને એરિયાના ગ્રાંડેને પણ પાછળ છોડ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news