Hair Growth: થોડા દિવસ માટે વાળમાં રોજ લગાડો આ વસ્તુ, માથામાંથી ખરી ગયેલા વાળ 100 ની સ્પીડે પાછા ઉગવા લાગશે

Hair Growth Tips:  વાળ સંબંધિત સમસ્યાઓમાં સૌથી ગંભીર સમસ્યા હોય છે માથામાં ટાલ પડવાની શરુઆત. પરંતુ જો સમયસર વાળને ખરતા અટકાવી દેવામાં આવે અને નવા વાળનો ગ્રોથ થાય તેવા ઉપાય કરવામાં આવે તો આ સમસ્યા થતી નથી. આજે તમને આવો જ એક જબરદસ્ત ઉપાય જણાવીએ જે વાળને ખરતા અટકાવશે અને નવા વાળનો ગ્રોથ પણ ઝડપી કરશે.
 

Hair Growth: થોડા દિવસ માટે વાળમાં રોજ લગાડો આ વસ્તુ, માથામાંથી ખરી ગયેલા વાળ 100 ની સ્પીડે પાછા ઉગવા લાગશે

Hair Growth Tips: જ્યારે માથામાંથી વધારે પ્રમાણમાં વાળ ખરે અને તેની સામે નવા વાળનો ગ્રોથ જોઈએ એટલો ન થાય તો માથામાં ટાલ પડવાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે માથામાં ટાલ પડવાની શરુઆત કપાળના બંને ખૂણાથી અથવા તો માથાના વચ્ચેના ભાગથી થાય છે. શરૂઆતમાં તો માથાના આ ભાગમાં વાળ ઓછા અને સ્કીન વધારે દેખાવા લાગે છે પછી ધીરે ધીરે ત્યાંથી વાળ ખરી જાય છે અને નવા વાળ આવતા નથી. આ સ્થિતિમાં જો યોગ્ય ઉપાય ન કરવામાં આવે તો ટાલ વધી જાય છે. 

જ્યારે વાળ ખરવાની શરૂઆત થઈ જાય ત્યારથી જ ખરતા વાળને અટકાવવા માટે લોકો અલગ અલગ નુસખા અજમાવવા લાગે છે. ખરતા વાળને અટકાવે એવા અનેક નુસખા વિશે આજ સુધી તમે પણ સાંભળ્યું હશે. પરંતુ તેમાંથી કયો ઉપચાર કામ કરે અને કયો નહીં તે અંગે મનમાં હંમેશા પ્રશ્ન રહે છે. આજે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવીએ જે સ્ત્રી અને પુરુષ બંને માટે ઉપયોગી સાબિત થાય છે. 

વાળ જ્યારે ખરવાની શરૂઆત થાય ત્યારથી જ ચોખાનું ખાસ પ્રકારનું પાણી બનાવીને નિયમિત લગાડવામાં આવે તો વાળ ખરતા અટકે છે અને જ્યાંથી વાળ ખર્યા હોય છે ત્યાં ઝડપથી નવા વાળ ઉગે પણ છે. 

હેર ગ્રોથ વધારવાનો ઘરેલુ ઉપાય 

એક્સપર્ટ અનુસાર ચોખાનું પાણી વાળ માટે ફાયદાકારક હોય છે. અહીં દર્શાવેલી રીતે ચોખાનું પાણી બનાવીને વાળમાં અપ્લાય કરવાનો રાખશો તો ખરતા વાળ અટકશે અને વાળનો ગ્રોથ પણ ઝડપી થશે. તેના માટે 100 ગ્રામ ચોખાને અડધો લીટર પાણીમાં ત્રણ કલાક માટે પલાળો. ત્યાર પછી ચોખાને 10 થી 15 મિનિટ માટે ધીમા તાપે ઉકાળો. પાણી એકદમ ઘટ્ટ થઈ જાય પછી ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. ઠંડા પાણીમાંથી ચોખાને અલગ કરી લો અને તૈયાર કરેલા પાણીમાં ગ્લિસરીન તેમજ લીમડાના પાનનો રસ ઉમેરો. 

હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને રાખો. આ પાણીને ફ્રીજમાં રાખવું. રોજ રાત્રે આ પાણી વાળમાં લગાડવાનું શરૂ કરો. ખાસ કરીને હેર વોશ કરવાના હોય તે પહેલા વાળમાં આ પાણી અચૂક લગાડવું. અઠવાડિયામાં બે વખત પણ તમે આ પાણી લગાડીને હેર વોશ કરવાની શરૂઆત કરશો એટલે તમને થોડા જ દિવસમાં ફરક દેખાવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news