કાળજું કંપાવી દે તેવી કરૂણ ઘટના, અમદાવાદમાં સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા
Crime News; અમદાવાદ શહેરમાં હવે ગુનેગારોમાં પોલીસનો ડર રહ્યો નથી. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં સામાન્ય બાબતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે... તેમજ સામાન્ય બાબતમાં લોકો જીવ લઈ પણ લેતા વિચારતા નથી.. ત્યારે ફરી એકવાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવી જ એક નાની અમથી વાતમાં યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે.. ચાંદખેડાના વિસત વાસમાં રહેતાં અજય ઠાકોર નામના યુવકની ઘાતકી હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઈ છે.. આ અજય ઠાકોરની કોઈ ચોરી કે અંગત અદાવતમાં નહીં તો કોઈ પર હુમલો કરવામાં નહીં પરંતુ માત્ર એક્ટિવા સ્પીડમાં કેમ ચલાવે છે તેમ કહીને હત્યા કરી દેવાઈ છે..... આ ઘટનાની જાણ થતાં પરિવારજનો આઘાતમાં આવી ગયા છે અને આરોપીઓને કડકમાં કડક સજા આપાવમાં આવે તેવી માગ કરી રહ્યા છે.....
સમગ્ર ઘટનાની વાત કરીએ તો અજય ઠાકોર નામનો યુવક 8 રાત્રિના 10 કલાકે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો ત્યારે પાડોશમાં રહેતા બળદેવ ઠાકોર અને તેના પરિવારે કહ્યું એક્ટિવા ધીમે ચલાવને પણ ધીમે ન ચલાવતાં બબાલ થઈ હતી.. ત્યાર બાદ અજય ઠાકોર અને તેનો મિત્ર દર્શીલ ઉર્ફે ભટ્ટી સમઢિયા રિક્ષા લઈને આંટો મારવા નીકળ્યા.. ત્યારે બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, કાવ્ય ચૌહાણ, પાર્થ ચૌહાણ અને અન્ય એક શખ્સ ગાડી લઈને આવ્યા અને અજયને ઉઠાવી લઈ જઈને તેને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો...ઘટનાની જાણ થતાં પોલીસ દોડી અને હતત્યાનો ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યુ છેકે આરોપી બળદેવ ઠાકોર દારૂનો ધંધો કરે છે.. તેના સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે.. બળદેવ ઠાકોર અને અજય ઠાકોર પાડોશી છે.. તેમની વચ્ચે અનેક વખત બબાલો થયેલી છે.. અજય સામે પણ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે.. આ ઉપરાંત અન્ય આરોપી પાર્થ બારોટ ચાંદખેડામાં થયેલા પાર્સલ બ્લાસ્ટના આરોપીનો ભાઈ છે.. વોન્ટેડ આરોપી કાવ્ય ચૌહાણની હાલમાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.. હત્યા કેસમાં અન્ય આરોપીઓની પણ સંડોવણી ખુલી છે.. જેથી તેમની ઓળખ કરીને તપાસ શરૂ કરી છે.. ત્યારે જોવાનું રહ્યું કે માત્ર એક્ટિવા ચલાવવા લઈને જ હત્યા કરી છેકે અન્ય કોઈ અંગત અદાવત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે