"એક-બે પર કેમ? 161 બેઠકો પર અમે તૈયાર, આવી જાઓ મેદાન...", ઇસુદાને સરકારને આપી ખુલ્લી ચેલેન્જ!

isudan gadhvi open challenge to the government: ચેલેન્જની રાજનીતિમાં હવે AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ ઝંપલાવ્યું છે. ભાજપને જવાબ આપતા કહ્યું છે કે એક-એક બેઠકની ચેલેન્જ રમવાનું છોડો, હિંમત હોય તો ભાજપના તમામ ધારાસભ્યો રાજીનામું આપે, ભાજપના હરાવવા માટે આમ આદમી પાર્ટીના સૈનિક તૈયાર જ છે, ભાજપના ધારાસભ્ય બે કરોડની ઓફર કરે છે, આ રૂપિયા ક્યાંથી તેની ED તપાસ કરે તેવી પણ માંગ કરી છે.

"એક-બે પર કેમ? 161 બેઠકો પર અમે તૈયાર, આવી જાઓ મેદાન...", ઇસુદાને સરકારને આપી ખુલ્લી ચેલેન્જ!

ચેલેન્જની રાજનીતિમાં ગુજરાત આપના નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જ મામલે આપના નેતા ઈસુદાન ગઢવીએ પોતાનું મૌન તોડ્યું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપને એક ચેલેન્જ આપી. તેમણે જણાવ્યું હતું કે હું રાજયના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ચૅલેન્જ આપું છું. એક એક બેઠકની ચેલેન્જ રમવાનું છોડો. તમારામાં હિંમત હોય તો ભાજપ 161 ધારાસભ્ય રાજીનામા આપે. ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે. ગોપાલ ઇટાલિયાના રાજીનામાની કોઈ વાત નથી. ભાજપના ધારાસભ્ય બે કરોડની ઓફર વાત કરે છે. આ રૂપિયા ક્યાંથી આવ્યા તેની ED તપાસ કરે?

નોંધનીય છે કે વીસાદરથી ચૂંટણી જીતીને નવા નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર આપી રહ્યા છે. રાજીનામું આપીને સામસામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે. હવે ચેલેન્જની રાજનીતિમાં ગુજરાતના વધુ એક ધારાસભ્યની એન્ટ્રી થઈ છે. જી હા... વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ગોપાલ ઈટાલિયાને પડકાર આપ્યો છે.

ચેલેન્જની રાજનીતિમાં ગુજરાતના વધુ એક ધારાસભ્યની એન્ટ્રી થઈ છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ ઈટાલિયાને પડકાર આપતા જણાવ્યું છે કે ઈટાલિયા મોરબીથી ચૂંટણી લડે તો હું વાંકાનેરમાં રાજીનામું આપીશ. અમૃતિયા બાદ ભાજપના ધારાસભ્ય સોમાણી પડકારમાં જોડાતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. જીતુ સોમાણી હાથી અને શ્વાનને પણ રાજનીતિમાં ઢસડી લાવ્યા છે. મોરબીની પીચ પર ગોપાલ ઈટાલિયાને ચૂંટણી લડવાની ચેલેન્જ આપી છે.

 

ગુજરાતની કમિશનવાળી સરકારમાં કોઈના જીવની કિંમત નથી, કોંગ્રેસના અમિત ચાવડા બગડ્યા
 
વીસાવદરની જનતા ગોપાલ ઈટાલિયાને આપી સલાહ 
વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલો જુબાની જંગ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને ધારાસભ્યોએ રાજીનામું આપીને મોરબીમાંથી ચૂંટણી લડવાનો હુંકાર ભર્યો છે ત્યારે વીસાવદરની જનતા ગોપાલ ઈટાલિયાને સલાહ આપી રહી છે કે, જો મોરબીથી ચૂંટણી લડવી હતી તો પછી વિકાસનાં કામ કરવાના વાયદા કરીને વીસાવદરમાં ચૂંટણી લડવા માટે કેમ આવ્યા હતા? 

'જનતા સાથે દગો કરશો તો વીસાવદરની જનતા તમને ક્યારેય માફ નહીં કરે'
હવે જો વીસાવદરને છોડીને મોરબી જવાનું હોય તો તમે કામ કરવાના જે વાયદા કર્યા હતા તે પૂરા કોણ કરશે? સૌથી મોટો સવાલ એ છે કે, શું ફરી એકવાર વીસાવદરની જનતા જોડે દગો થવા જઈ રહ્યો છે? આવતી કાલે બપોરે 12 વાગ્યા સુધીમાં બંને ધારાસભ્યો રાજીનામું આપશે તો વીસાવદર અને મોરબીનો જંગ રોમાંચક બની જશે. એક બાપના બોલ, શૂરા બોલ્યા નવ ફરે અને મરદ માણસના હાકલા પડકારા જેવા શબ્દો વાપરીને વચ્ચે બંને ધારાસભ્યોએ આ વાકયુદ્ધને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે. જો કે ધારાસભ્યોનો જુબાની જંગ અને તેમના અહમ સંતોષવા માટેના હાકલા-પડકારાથી વીસાવદરની જનતાની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. જનતા હતાશ છે અને કહી રહી છે કે અમે તમને ખો-ખોની રમત રમવા માટે જીતાડ્યા નથી. તમારે કામ કરવાનાં છે. જો જનતા સાથે દગો કરશો તો વીસાવદરની જનતા તમને ક્યારેય માફ નહીં કરે.

મોરબીના મતદારોની અમૃતિયાને સલાહ
વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે શરૂ થયેલો જુબાની જંગ તેમના મતદારોને પરેશાન કરી રહ્યો છે. જી હા,,, ZEE 24 કલાકની ટીમ જ્યારે મોરબીના મતદારો વચ્ચે પહોંચી તો લોકોએ કહ્યું કે અમૃતિયા સાહેબ તમે ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપવાનું રહેવા દો અને મોરબીના વિકાસ પર વધારે ધ્યાન આપો. અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને 2 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે તે મુદ્દે પણ મતદારોએ કહ્યું કે ઘણા પૈસા હોય તો જનતાને આપી દો અથવા તો મોરબીમાં સાફસફાઈનું કામ અને રોડ-રસ્તાનું કામ પૂરું કરો. એટલું જ નહીં વેપારીઓએ પોતાના જ ધારાસભ્યને ચેલેન્જ આપી છે કે તેઓ એકવાર મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં ચાલીને બતાવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news