Air India crash: શું ખરેખર ફ્યૂલ સ્વિચ બંધ હતી? અમદાવાદ વિમાન દુર્ઘટના પર અમેરિકન મીડિયા રિપોર્ટમાં મોટો દાવો
Air India crash investigation: અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું વિમાન કેવી રીતે ક્રેશ થયું? આનો જવાબ મળવાનો છે. આ પહેલા અમેરિકન મીડિયા રિપોર્ટમાં એક મોટો દાવો કરવામાં આવ્યો છે. 30 સેકન્ડમાં ક્રેશ થયેલા વિમાનના ફ્યૂલ સાથે સંબંધિત સ્વિચ વિશે મોટી વાત કહેવામાં આવી છે.
Trending Photos
Air India crash investigation: અમદાવાદમાં ગયા મહિને થયેલા એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ આવવાનો છે. આ પહેલા અમેરિકન મીડિયા રિપોર્ટમાં એક મોટી શંકા વ્યક્ત કરવામાં આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિમાનના એન્જિનમાં ફ્યૂલ પુરવઠાને નિયંત્રિત કરતી સ્વીચ બંધ કરી દેવામાં આવી હતા. આ કારણે ટેકઓફ પછી તરત જ એન્જિનમાં થ્રસ્ટ બંધ થઈ ગયો અને વિમાન નીચે આવવા લાગ્યું.
અત્યાર સુધીની તપાસમાં બોઇંગ ડ્રીમલાઇનર વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી જોવા મળી નથી. જે સ્વીચ બંધ હોવાનું કહેવાય છે તેનો ઉપયોગ પાઇલટ દ્વારા એન્જિન શરૂ કરવા અથવા બંધ કરવા માટે અથવા કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં કરવામાં આવે છે. આ દાવો અમેરિકન રિપોર્ટમાં એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે ભારતમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો તપાસ રિપોર્ટ જાહેર થવાનો છે. નિયમ મુજબ રિપોર્ટ એક મહિનાની અંદર જાહેર કરવાનો હોય છે.
ગયા મહિને 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ થોડીક સેકન્ડોમાં મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આમાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે એક વ્યક્તિનો જીવ બચી ગયો તે એક ચમત્કાર હતો. સ્વિચનો મુદ્દો તપાસ પછી જ સ્પષ્ટ થશે કે ખરેખર શું થયું હતું? બ્લેક બોક્સની તપાસમાં અકસ્માતનું કારણ બહાર આવશે.
રિપોર્ટમાં અમેરિકી અધિકારીઓની શરૂઆતની તપાસને હવાલે જણાવવામાં આવ્યું છે કે, અકસ્માતની તપાસ પાઇલટ્સની એક્શન પર કેન્દ્રિત છે. WSJએ અકસ્માતની તપાસ કરી રહેલા કેટલાક અમેરિકી અધિકારીઓના હવાલાથી દાવો કર્યો છે કે, પ્રારંભિક તારણોથી સંકેત મળે છે કે, જેટના બન્ને એન્જિનમાં ફ્યૂલના પ્રવાહને નિયંત્રિત કરતી સ્વીચ બંધ કરવામાં આવી હતી. જેના કારણે ટેકઓફ પછી તરત જ આ મોટું નુકસાન થયું.
WSJના રિપોર્ટ અનુસાર, આ મામલાની જાણકારી રાખનાર લોકો અનુસાર, કોકપીટમાં ફ્યૂલ કંટ્રોલ સ્વીચોની મૂવમેન્ટ પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. પ્રારંભિક તપાસ રિપોર્ટ દર્શાવે છે કે ફ્યૂલ સ્વીચ બંધ હતી.
નિષ્ણાતો જણાવે છે કે, સામાન્ય રીતે વિમાન દુર્ઘટનાઓના ઘણા કારણો હોય છે. આ કેસમાં તપાસકર્તાઓ દુર્ઘટના સાથે સંકળાયેલા ઘણા પાસાઓની તપાસ કરી રહ્યા છે. આમાં પાઇલટ્સની પૃષ્ઠભૂમિ અને અનુભવનો પણ સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે