જામનગરમાં 4 ડ્રોન દેખાયા! રાત્રે 8 થી કાલે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ; લોકોને ખાસ અપીલ
જામનગર જિલ્લામાં આજે રાત્રે 8 કલાકથી આવતીકાલે સવારે ૬:૦૦ વાગ્યા સુધીના સમય દરમિયાન બ્લેકઆઉટ જાહેર કરતા કલેક્ટર કેતન ઠક્કર.
Trending Photos
Pakistan Attack: ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ભુજ બાદ જામનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે , પરંતુ પરિસ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે. જામનગરમાં એક બાદ એક એમ ત્રણ સાયરન વાગ્યા છે. જામનગરમાં સાવચેતી રાખવા અંગેના સાયરન વાગ્યા છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તંગદિલીના વાતાવરણને લઈને જામનગર જિલ્લામાં કલેક્ટર કેતન ઠક્કર દ્વારા આજે 10-05-2025 ના રોજ રાત્રીના 8 કલાકથી આવતીકાલ 11-05-2025 સવારે 6 કલાક સુધી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમય દરમિયાન સમગ્ર જિલ્લામાં તમામ લોકોએ વીજ ઉપકરણો સંપૂર્ણપણે બંધ રાખવા તથા જે રહેણાંક વિસ્તારો, ઓદ્યોગિક એકમો સહિત એવી તમામ બિલ્ડીંગો જેમાં જનરેટર/ ઇન્વર્ટર જેવા ઉપકરણો અને પ્રકાશ ફેલાવતા હોય તેવા ઉપકરણોનો ઉપયોગ ન કરવા અંગે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે. જામનગરવાસીઓએ બ્લેકઆઉટનો અમલ કરવા તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરી સહકાર આપવા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં ચેતવણીનું સાયરન વાગી ચૂક્યું છે. નાગરિકોને જાહેર સ્થળોએ ના ફરવા માટે તથા આશ્રય લેવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર તૈયાર છે. જિલ્લા કલેક્ટરે ટ્વિટ કરી લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે