ધુળેટીના દિવસે શહેરના એક પોલીસ સ્ટેશનમાં મોટો કાંડ! PSIને રંગનો નશો ચઢતા મહિલા કોન્સ્ટેબલની કરી છેડતી
ધુળેટીએ પીએસઆઇએ રંગવાના બહાને કોન્સ્ટેબલને અડપલાં કરતા બદલી કરાઈ. ઘટના મુદ્દે પોલીસ અધિકારીઓએ સીસી ટીવીના આધારે તપાસ કરી નિવેદન લીધા. મહિલા કોન્સ્ટેબલે અધિકારીને ફરિયાદ કરતા PSI સામે કાર્યવાહી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: મહિલાઓની સુરક્ષા એ આજનો મોટો પડકાર છે. મહિલાઓને કાર્યસ્થળે, રસ્તામાં, પરિવહન દરમિયાન અથવા તો ઘરની ચાર દિવાલની વચ્ચે જ અસુરક્ષાનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ મહિલાઓની સુરક્ષાની મોટી મોટી વાતો કરતા પોલીસ અધિકારીઓના વિભાગમાંથી જ મહિલા પોલીસની છેડતીના સમાચાર સામે આવ્યા છે.
મહિલા કોન્સ્ટેબલ સાથે શારિરીક અડપલા કર્યા
વાત જાણે એમ છે કે ધુળેટીના દિવસે શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રંગમાં ભાન ભૂલ્યા હતા અને મહિલા કોન્સ્ટેબલ સાથે શારિરીક અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે. આ મામલાની ઉચ્ચ અધિકારીઓને આ વિશે ફરિયાદ કરાતા PSI વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને બદલી કરી દેવામાં આવી હતી.
PSI ધૂળેટીના દિવસે રંગમાં ધૂત થઈ ગયા હતા...!
શહેરના એક જાણીતા અખબારમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે ધુળેટીના દિવસે અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા એક પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા PSI ધૂળેટીના દિવસે રંગમાં ધૂત થઈ ગયા હતા અને મહિલા કોન્સ્ટેબલને રંગ લગાવવાના ચક્કરમાં શારીરિક અડપલા કર્યા હોવાની વાત સામે આવી છે. આ મામલે મહિલા કોન્સ્ટેબલે PSI ને સરખી રીતે રહો તેમ કહીને ગરમા ગરમી પણ થઈ ગઈ હતી. આ કાંડની ફરિયાદ ઉચ્ચ અધિકારીને કરીને કોન્સ્ટેબલે PSI વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવા માટે જણાવ્યું હતું.
જો, ફરિયાદ લઈશું તો પોલીસ વિભાગની જ આબરૂની લીરા ઉડી જશે!
આ સાંભળીને ઉચ્ચ અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. જો, ફરિયાદ લઈશું તો પોલીસ વિભાગની જ આબરૂની લીરા ઉડી જશે જેથી ઉચ્ચ અધિકારીએ પોલીસની આબરૂ જાય નહી અને PSIને પણ સબકનો પાઠ મળે તે માટે CP ઓક્સિમાં સમગ્ર મામલે જાણ કરી હતી. CP ઓફિસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાતા PSIની બદલી કરી દેવામાં આવી છે. આ મામલો CP ઓફિસે પહોંચતા તાત્કાલિક PSIને બદલી કરીને મામલો થાળે પાડયો છે.
ચેમ્બરમાં લગાવેલા CCTV ફૂટેજની ચકાસણી કરાઈ
બીજી બાજુ આ મામલે PIએ જણાવ્યું કે, PSI સામે ગંભીર આક્ષેપો થયા હતા. જેના કારણે PSIની બદલી કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલે કરેલા આક્ષેપોને લઈને તપાસ અધિકારીઓએ ચેમ્બરમાં લગાવેલા CCTV ફુટેજની ચકાસણી શરુ કરી હતી. જેમાં સમગ્ર ઘટના કેદ થઈ જતા પોલીસ કમિશનરને ગુપ્ત રીપોર્ટ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે