અચ્છા... તો સ્વામીનારાયણના સ્વામીએ આ કારણે કર્યો હતો બફાટ, આખરે સામે આવી ગયું મોટું કારણ
Gyanprakash Swami Statement: રાજકોટ-વિરપુર જલારામ વિવાદ મામલો થાળે પડ્યો. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે થઇ સમજૂતી. દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી. અનુકૂળતાએ ગ્નાનપ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે. સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો.
Trending Photos
Gyanprakash Swami Statement: જ્ઞાન પ્રકાશની જલારામ બાપા અંગે કરેલી ટિપ્પણીથી લોહાણા સમાજમાં ભયંકર રોષ જોવા મળ્યો હતો. આખરે ભારે વાદ વિવાદ બાદ રાજકોટ-વિરપુર જલારામ વિવાદનો મામલો થાળે પડ્યો છે. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઇ ચૂકી છે અને દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી પણ માંગી લીધી છે. તેમણે જણાવ્યું છે કે અનુકૂળતાએ જ્ઞાનપ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે. સ્વામીએ પોતાના ફોલોઅર્સ વધારવા માટે જલારામ બાપા અંગે આ બફાટ કર્યો હતો. વડતાલ ટેમ્પલ બોર્ડ દ્રારા લેખિતમાં અને વિડીયો મારફત માફી માંગવામાં આવશે.
નોંધનીય છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બાપાના ભક્તોએ વીરપુરમાં આવીને સ્વામી માફી માગે તેવી માગ સાથે રઘુવંશી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેવામાં વિવાદ વચ્ચે મોટા સમાચાર આવ્યા હતા કે, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં દેવસ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે.
ભવિષ્યમાં આવી ઘટના ફરી વાર ન બને તેનું ધ્યાન રખાશે!
લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, દેવસ્વરૂપ સ્વામીએ કહ્યું છે કે આ મામલે વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેખિતમાં અને વીડિયો મારફત પણ માફી માંગવામાં આવશે. દેવસ્વરૂપ સ્વામીએ કહ્યું કે આ બાબતે જ્ઞાનપ્રકાશ સ્વામીને પણ ઠપકો આપવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી વાર ન બને તેનું ધ્યાન રખાશે.
ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં દેવસ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માગી લેતા મામલો થાળે પડ્યો છે. આગામી સમયમાં મંદિર અને સમાજની અનુકૂળતા મુજબ જ્ઞાનપ્રકાશ સ્વામી પણ વીરપુર મંદિરે આવી પરિવારની માફી માંગશે. લોહાણા સમાજનાં અગ્રણીઓએ કહ્યું કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાનાં ફોલોઅર્સ વધારવા માટે આ બફાટ કર્યો હતો.
જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે શું આપ્યું હતું નિવેદન?
જ્ઞાનપ્રકાશ સ્વામીએ પોતાના અધુરા જ્ઞાનના દર્શન કરાવતા જણાવ્યું હતું કે વીરપુરમાં ચાલતુ સદાવ્રત અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલી રહ્યું છે. જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તે માટે આશીર્વાદ માંગ્યા હતા. ત્યારે સ્વામીએ આશીર્વાદ આપ્યા હોવાથી આજે સદાવ્રત અન્નક્ષેત્ર ચાલી રહ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે