ગાંધીનગરમાં BMW કારે આધેડને ફૂટબોલની જેમ ઉછળ્યા, ભયાનક અકસ્માતનો સામે આવ્યો VIDEO
Gandhingar Accident Video: ગાંધીનગરમાં બેફામ સ્પીડમાં કાર ચલાવતા શખ્સોનો આતંક વધી ગયો છે. એક BMW કારે એક્ટિવાને અડફેટે લીધું. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
Trending Photos
Gandhinagar Road Accident: ગાંધીનગર નજીક સરગાસણ વિસ્તારમાં એક ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં તેમનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ડ્રાઇવર નશામાં હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર નજીક સરગાસણ વિસ્તારમાં એક પૂરઝડપે ઝડપે દોડતી BMW કારની વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્ટિવા ચાલકને બચાવા જતા આ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
દુર્ઘટનાના CCTVમાં નશામાં ધૂત કારચાલકે એક્ટિવા પર સવાર એક આધેડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ કારચાલક નશામાં હોવાનો દાવો કર્યો છે. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા સવાર આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે કારચાલક દારૂના નશામાં ધૂત હતો અને તેણે આ અકસ્માત સર્જ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર નશામાં ડ્રાઇવિંગના ભયજનક પરિણામો સામે સવાલો ઉભા કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે