Swachh Survekshan Awards 2025: સ્વચ્છ શહેરમાં અમદાવાદ અને સુરતે મારી બાજી, આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

Swachh Survekshan Awards 2025: ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત માટે ગૌરવ લઈ શકાય તેવી ઘટના બની છે. કારણ કે અમદાવાદ અને સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ મળ્યો છે.

Swachh Survekshan Awards 2025: સ્વચ્છ શહેરમાં અમદાવાદ અને સુરતે મારી બાજી, આ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

Swachh Survekshan Awards 2024: કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી છે. સ્વચ્છતા એવોર્ડમાં ગુજરાતના શહેરોનો પણ દબદબો જોવા મળ્યો છે. 10 લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદે બાજી મારી છે. નોંધનીય છે કે 2015મા અમદાવાદ 15માં સ્થાને હતું, હવે નંબર વન બની ગયું છે. 

સુરત બીજા સ્થાને
દેશના સૌથી સ્વસ્છ શહેરોમાં મધ્યપ્રદેશનું ઈન્દોર સતત આઠમી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. આ યાદીમાં ગુજરાતનું સુરત બીજા સ્થાને છે. દિલ્હીમાં આજે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના અધિકારીઓએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. સ્વસ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને ગાંધીનગરને એવોર્ડ મળ્યો છે.

— Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 17, 2025

અમદાવાદને મળ્યું પ્રથમ સ્થાન
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદને 10 લાખથી વધુની વસ્તી હોય તે કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. 10 લાખથી વધુની વસ્તી હોય તેવા શહેરોમાં અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. આ સિવાય સુરત દેશમાં બીજા નંબરની સૌથી સ્વચ્છ શહેર છે. 

यह गौरव को… pic.twitter.com/O48px0Oo9K

— Rushikesh Patel (@irushikeshpatel) July 17, 2025

ગાંધીનગરને પણ મળ્યો એવોર્ડ
ગુજરાતના પાટનગર ગાંધીનગરને સુપર સ્વચ્છ લીગ હેઠળ 3 લાખથી 10 લાખની વસ્તી હોય તે શ્રેણીમાં પુરસ્કાર મળ્યો છે. પાટનગરને આ એવોર્ડ મળતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એવોર્ડ સ્વીકાર્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news