મોરબીમાં અધિકારીઓની ઘોર બેદરકારી, તંત્રની ભૂલને કારણે 2200 સીમેન્ટની થેલી બની ગઈ પથ્થર
સરકારી તંત્રમાં ચાલતી લાલીયાવાડીની ઘટના વારેવારે સામે આવતી હોય છે. અધિકારીઓની બેદરકારીને કારણે જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોય છે. હવે મોરબીમાં ફરી આવી ઘટના સામે આવી છે.
Trending Photos
મોરબીઃ ગુજરાતમાં સરકારમાં એવા ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ છે, જે માત્ર પ્રજાના પૈસાથી પગાર જ લે છે. કામ કંઈ કરતા નથી...વાત મોરબીની છે જ્યાં પ્રજાના ટેક્ષના પૈસાથી લોકસુખાકારીના કામ માટે સિમેન્ટની થેલીઓ લાવવામાં આવી હતી...પણ અધિકારીઓ અને કર્મચારીઓએ આ સિમેન્ટમાં ચોમાસામાં પલળવા દીધો અને તડકામાં સુકાવા દીધો...જેના કારણે સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગઈ...આ ઘટનાનો રિપોર્ટ આવ્યો તો વધુ ચોંકાવનારો ખુલાસો થયો....શું થયો આ ખુલાસો?....જુઓ આ અહેવાલમાં....
આ છે મોરબીના અધિકારીઓનો ભ્રષ્ટાચાર...આ છે મોરબીના અધિકારીઓની આળસ....આ છે મોરબીના અધિકારીઓની બેદરકારી...આ છે પ્રજાના પૈસાનો વેડાફાટ...હા...જુઓ આ દ્રશ્યો...સિમેન્ટની થેલીઓ પથ્થરની થેલીઓ બની ચુકી છે...તેને ફેંકવા સિવાય કોઈ રસ્તો નથી....આ પથ્થર બની ગયેલા સિમેન્ટ પર પાલિકા કમિશનરે તપાસનો આદેશ આપ્યો હતો...તપાસનો રિપોર્ટમાં અનેક નવા ખુલાસા થયા છે...વર્ષ 2020માં એક જ મહિનામાં 2200 થેલી સિમેન્ટ પથ્થર બની ગઈ હતી, 2020ના વર્ષમાં કુલ 4900 થેલી સિમેન્ટ મંગાવાયો હતો, પરંતુ વપરાશ માત્ર 2700 થેલીનો જ થયો હતો.
રિપોર્ટમાં શું થયો ખુલાસો?
વર્ષ 2020માં એક જ મહિનામાં 2200 થેલી સિમેન્ટ પથ્થર બની હતી
2020ના વર્ષમાં કુલ 4900 થેલી સિમેન્ટ મંગાવાયો હતો
વપરાશ માત્ર 2700 થેલીનો જ થયો હતો
મોરબી નગરપાલિકાના શાસકો અને અધિકારીઓએ સિમેન્ટની ખરીદી કરી હતી...આ સિમેન્ટથી જુદા જુદા વિસ્તારમાં રોડ-રસ્તાના કામો કરવાના હતા...શહેરના લીલાપર રોડ પર આવેલા આવાસ યોજનામાં સિમેન્ટ મુકવામાં આવ્યો હતો...પરંતુ અધિકારીઓએ સમસયસર કામ ન કરતાં અને યોગ્ય રીતે થેલીઓને ન મુકી તેના કારણે પ્રજાના પૈસાનો મોટો વેડફાટ થયો છે....તપાસ રિપોર્ટમાં 2200 થેલી સિમેન્ટ બગડી હોવાનું ખુલતા તત્કાલિન ચીફ ઓફિસરો સામે ખુલાસો માંગવામાં આવ્યો છે, સાથે જ તમામ તત્કાલિન અધિકારીઓને 15 માર્ચ સુધીમાં જવાબ આપવાનો આદેશ કમિશનરે કર્યો છે...
પ્રજાના પૈસાનો વેડફાટ
સિમેન્ટથી વિવિધ વિસ્તારમાં રોડ-રસ્તાના કામો કરવાના હતા
લીલાપર રોડ પર આવાસ યોજનામાં સિમેન્ટ મુકાયો હતો
અધિકારીઓએ સમસયસર કામ ન કર્યું
યોગ્ય રીતે થેલીઓને ન મુકી
સરકારી અધિકારીઓ પ્રજાના ટેક્ષના પૈસાથી જલસા કરે છે, સરકારી ગાડીમાં આંટાફેરા મારે છે અને ઓફિસમાં ACની ઠંડી હવા ખાય છે. પણ પ્રજાના જ કામ સારી રીતે કરતાં નથી...સરકારી કર્મચારીઓના પાપે જ પ્રજાને હેરાન થવું પડે છે...ત્યારે આવા અધિકારીઓ કે કર્મચારી જે પણ હોય તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ...તપાસનો રિપોર્ટ આવી ગયો છે, જેમના નામ છે તેમને જવાબ રજૂ કરવા માટે આદેશ અપાયો છે...હવે એ જોવાનું રહેશે કે મ્યુનિસિપલ પ્રજાના પૈસાનો વેડફાટ કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરે છે?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે