કેટલી વખત બદલી શકાય છે ટેક્સ રિઝીમ? જાણો નવી અને જૂની ટેક્સ રિઝીમમાં સ્વિચ કરવાના નિયમ

ITR Rules: ITR ફાઇલ કરતા પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે, નવી ટેક્સ રિઝીમ તમારા માટે ફાયદાકારક છે કે જૂની. જૂની ટેક્સ રિઝીમમાં અનેક પ્રકારની છૂટ અને કપાત ઉપલબ્ધ હતી. જ્યારે નવી ટેક્સ રિઝીમમાં કોઈ છૂટ કે કપાત ઉપલબ્ધ નથી.

કેટલી વખત બદલી શકાય છે ટેક્સ રિઝીમ? જાણો નવી અને જૂની ટેક્સ રિઝીમમાં સ્વિચ કરવાના નિયમ

ITR Rules 2025: દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરતી વખતે સૌથી મોટી મૂંઝવણ એ છે કે, નવી ટેક્સ રિઝીમ પસંદ કરવી કે જૂની ટેક્સ રિઝીમ જ ચાલુ રાખવી. સરકારે બજેટ 2023માં નવી ટેક્સ રિઝીમને ડિફોલ્ટ બનાવી છે, પરંતુ કરદાતાઓ ઇચ્છે તો જૂની ટેક્સ રિઝીમ પણ પસંદ કરી શકે છે.

હવે પ્રશ્ન એ છે કે, શું દર વર્ષે આ ઓપ્શન દર વર્ષે મળે છે? શું બિઝનેશ કરનારા માટે પણ વાર્ષિક ટેક્સ રિઝીમ બદલી શકે છે? આ પ્રશ્નોના જવાબો જાણવા તમારા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારી ટેક્સ બચતને સીધી અસર કરે છે.

પગારદાર લોકો માટે ટેક્સ રિઝીમ બદલવાના નિયમો
જો તમારી આવક પગાર, વ્યાજ અથવા ભાડા જેવી બિન-વ્યવસાયિક આવકથી થાય છે, તો તમારી પાસે દર વર્ષે નવી અને જૂની ટેક્સ રિઝીમ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ છે. તેનો અર્થ એ કે, જો તમે ગયા વર્ષે નવી ટેક્સ રિઝીમ પસંદ કરી હતી, તો આ વખતે તમે જૂની પણ પસંદ કરી શકો છો. પરંતુ તમારે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ (31 જુલાઈ 2025) પહેલા આ નિર્ણય લેવો પડશે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર જો તમે સમયસર રિટર્ન ફાઇલ કરો છો તો જ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

બિઝનેશ અથવા પ્રોફેશનલ ઈનકમ ધરાવતા લોકો માટે શું છે નિયમ?
જો તમે કોઈપણ બિઝનેસ અથવા પ્રોફેશન સાથે જોડાયેલા છો, તો તમારા માટે ટેક્સ રિઝીમ બદલવાના નિયમો થોડા કડક છે. આવા કરદાતાઓ જો એકવાર નવી ટેક્સ રિઝીમ પસંદ કરી લે, તો પછી તેઓ માત્ર એક જ વાર જૂની ટેક્સ રિઝીમમાં પરત ફરી શકે છે. એકવાર તેઓ જૂની રિઝીમમાં પાછા ફર્યા પછી, તેઓ ફરીથી નવી ટેક્સ રિઝીમ પસંદ કરી શકતા નથી. તેનો અર્થ એ છે કે, બિઝનેસ અથવા પ્રોફેશનલ આવક ધરાવતા લોકો ફક્ત એક જ વાર રિઝીમ બદલી શકે છે.

બજેટ 2023 અનુસાર જે લોકો જૂની ટેક્સ રિઝીમ સ્વિચ કરવા માગે છે, તેમના માટે ITR ફાઇલ કરતા પહેલા ફોર્મ 10-IEA ભરવું ફરજિયાત રહેશે. આ ફોર્મ નક્કી કરે છે કે કરદાતાઓ કઈ ટેક્સ રિઝીમ પસંદ કરી રહ્યા છે અને તેઓ તેના માટે પાત્ર છે કે કેમ.

ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 2025
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈ, 2025 (નાણાકીય વર્ષ 2024-25, આકારણી વર્ષ 2025-26) સુધીમાં અનઓડિટેડ કરદાતાઓએ તેમનો ITR ફાઇલ કરવો પડશે. જો કોઈ કરદાતા સમયસર રિટર્ન ફાઈલ ન કરે તો તેઓ 31 ડિસેમ્બર 2025 સુધી Belated Return ફાઈલ કરી શકે છે, પરંતુ આ માટે તેમણે લેટ ફી ચૂકવવી પડશે.

જો તમે સમયસર ITR ફાઈલ કરી દીધું છે અને પછી તમને લાગે કે તમારે બીજી ટેક્સ રિઝીમ પસંદ કરવી જોઈએ, તો તમે રિવાઈઝ્ડ રિટર્ન ફાઈલ કરી શકો છો. જો કે, આ સુવિધા ફક્ત તે કરદાતાઓને જ મળશે જેમણે સમયસર ITR ફાઈલ કર્યું છે.

કોણે શું પસંદ કરવું જોઈએ?
ITR ફાઇલ કરતા પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે, નવી ટેક્સ રિઝીમ તમારા માટે ફાયદાકારક છે કે જૂની. જૂની ટેક્સ રિઝીમમાં ઘણી છૂટ અને કપાતનો લાભ મળે છે, જેમ કે કલમ 80C (PPF, EPF, જીવન વીમો), 80D (મેડિકલ ઇન્સ્યોરન્સ), HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) વગેરે. જે લોકો ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે તેમના માટે આ ફાયદાકારક બની શકે છે.

નવી ટેક્સ રિઝીમમાં ટેક્સ સ્લેબ ઓછા છે, પરંતુ કોઈ છૂટ કે કપાતનો લાભ મળતો નથી. જેમની પાસે ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ નથી અથવા જેઓ સરળ અને ઓછી ટેક્સ ફેસિલિટી ઇચ્છે છે તેમના માટે આ વધુ સારું હોઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news