અંબાજી નહીં, ગુજરાતના આ મંદિરનો દ્વાર હવે 24 કેરેટ સોનાથી સુશોભિત, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

કળિયુગના કાળિયા ઠાકોરની સુવર્ણ દ્વારકા તરીકે ઓળખાતી દ્વારકા નગરીમાં એક ભક્તિમય માહોલ બન્યો છે. ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને હવે 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢવામાં આવ્યો છે.

અંબાજી નહીં, ગુજરાતના આ મંદિરનો દ્વાર હવે 24 કેરેટ સોનાથી સુશોભિત, ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર

Dwarka News: કળિયુગના કાળિયા ઠાકોરની સુવર્ણ દ્વારકા તરીકે ઓળખાતી દ્વારકા નગરીમાં એક ભક્તિમય ઘટના બની છે. ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારને હવે 24 કેરેટ શુદ્ધ સોનાથી મઢવામાં આવ્યા છે.ભગવાન દ્વારકાધીશના ભક્તો દ્વારા તેમની શ્રદ્ધા અને પ્રેમથી હંમેશા સોના-ચાંદી અને રત્નોના આભૂષણો ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે. 

આ જ પરંપરામાં, ગાંધીનગરના નિવાસી શ્રી રવિન્દ્રભાઈ છોટાલાલ ત્રિવેદીએ એક અનોખું યોગદાન આપ્યું છે. તેમણે ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરના મુખ્ય કપાટ (દરવાજા) ને 24 કેરેટ શુદ્ધ સોનાના વરખથી મઢાવી આપ્યા છે. રવિન્દ્રભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર, આ કાર્ય પાછળ તેમના માતાશ્રીની એક પવિત્ર ઈચ્છા હતી. 

તેમના માતાશ્રી ઈચ્છતા હતા કે ભગવાન દ્વારકાધીશના મુખ્ય દ્વારને 24 કેરેટ સોનાના વરખથી સુશોભિત કરવામાં આવે. પુત્ર તરીકે રવિન્દ્રભાઈએ તેમની માતાની આ ઈચ્છા પૂરી કરી છે. જે ખરેખર પ્રશંસનીય છે. આ સુવર્ણ દ્વાર હવે દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે એક નવું આકર્ષણ બનશે અને ભક્તિભાવમાં વૃદ્ધિ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news