અમેરિકામાં વસેલા પટેલ પરિવાર વિખેરાયો, મહેસાણાના પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા કરાઈ
Father And Daughter Shot Dead In America : મહેસાણાના પિતા-પુત્રીની અમેરિકામાં હત્યા થઈ.. સ્ટોરમાં ઘૂસી આવેલા શખસે ગોળીબાર કરતા પટેલ પરિવારના બે સભ્યોના મોત, આરોપીની ધરપકડ
Trending Photos
Mehsana News : અમેરિકાની ધરતી પરથી વધુ એક મોટી ખબર આવી છે. અમેરિકામાં ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. યુએસના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં પટેલ પરિવારના પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકામાં રહેતા મૂળ મહેસાણાના પટેલ પરિવારનો માળો વિંખાયો છે. USના વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં હત્યાની ઘટના બની છે. મહેસાણાના કનોડા ગામના પટેલ પરિવારના 2 સભ્યોની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. પાટીદાર પરિવારના પિતા પુત્રીની ગોળી મારી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે.
એક અશ્વેત શખ્સે સ્ટોરમાં આવીને ગોળીબાર કર્યો હતો. જેમાં 50 વર્ષીય પિતા અને 24 વર્ષની દીકરીનું મોત નિપજ્યું છે. US પોલીસે ગોળીબાર કરનાર શખ્સને ઝડપી લીધો છે.
(હત્યારા આરોપીને પોલીસે પકડી લીધો છે)
આ ઘટનાથી મહેસાણમાં રહેતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તો અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે.
ગુજરાતીઓનો ભોગ લેતી અમેરિકાની ઘરતી
વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. તેમાં પણ અમેરિકાની ધરતી તો પહેલાથી જ ગુજરાતીઓ માટે અસલામત રહી છે. આવામાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં નિર્દયી રીતે હત્યા કરવામાં આવી છે. હેમંત મિસ્ત્રીના મોતથી સ્થાનિક ગુજરાતીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે