બાળક આખી રાત દર્દથી કણસતો રહ્યો પરંતુ વોર્ડનને ન થયું ભાન! હોસ્ટેલમાં થયું બાળકનું મોત

Navsari News : નવસારીના સંસ્કાર ધામમાં બાળકના મોત મામલે ખુલાસો... બાળક આખી રાત દર્દથી કણસતો રહ્યો પરંતુ વોર્ડનને ન થયું ભાન... વોર્ડનને બાળકની વેદના ન સમજાતા ગયો જીવ..
 

બાળક આખી રાત દર્દથી કણસતો રહ્યો પરંતુ વોર્ડનને ન થયું ભાન! હોસ્ટેલમાં થયું બાળકનું મોત

Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીના જાણીતા તપોવન સંસ્કાર ધામમાં અભ્યાસ કરતા 13 વર્ષીય બાળકનું વોર્ડનની બેદરકારીને કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મુદ્દે પરિવારની ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે વિસેરા લેવડાવી તપાસને વેગ આપ્યો છે.

ધ્યપ્રદેશના બળવાની જિલ્લાના ખેતિયા ગામે રહેતા 13 વર્ષીય મેઘ સચિન જૈન છેલ્લા ત્રણ વર્ષોથી નવસારીના તપોવન સંસ્કાર ધામમાં રહીને અભ્યાસ કરતો હતો. ધોરણ 9 માં આવતા વેકેશન પૂર્ણ થવા પૂર્વે જ મેઘ જૈન ગત 21 મે, 2025 થી એક્સ્ટ્રા ક્લાસ શરૂ થતા પરત આવ્યો હતો. દરમિયાન ગત 24 મે, શનિવારે સાંજે મેઘને અચાનક છાતીમાં દુઃખાવો થતા, સંસ્થા દ્વારા ડોક્ટરને ટેલિફોનીક પૂછ્યા બાદ દવા આપી હતી. જેમાં મેઘને થોડી રાહત થઈ હતી. પરંતુ મોડી રાતે 1:15 વાગ્યા બાદ ફરી મેઘની તબિયત બગડી હતી અને તેને છાતીમાં દુઃખાવા તેમજ ગભરાટ થતા તેને ચેન પડતુ ન હતુ. 

મેઘે હોસ્ટેલમાં બાળકોનું ધ્યાન રાખવા રાખેલ વોર્ડન હર્ષદ રાઠવાને રાતે ઉઠાડી પોતાની સમસ્યા વર્ણવી હતી. જેમાં હર્ષદે તેની તકલીફ સમજ્યા વિના એને લઈને આખી બેસી રહ્યો હતો. હર્ષદે, મેઘની સમસ્યા મુદ્દે સંસ્થાના ઉપરીને પણ જાણ કરી ન હતી. જોકે બાદમાં સવારે મેઘને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર મળે એ પૂર્વે મેઘનું કરૂણ મોત નિપજ્યું હતું. 

મેઘના મૃત્યુ બાદ નવસારી પહોંચેલા તેના પરિવારજનોને સંસ્થાની બેદરકારી જણાતા, CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં હર્ષદ રાઠવા માસૂમ મેઘની સારવાર કરાવવાને બદલે રાતથી સવાર સુધી તેને પોતાની પાસે લઈને બેસી રહ્યો હતો અને મેઘને તરફડીયા મારતો જોયા કરતો હોય એવું સ્પષ્ટ જણાયું હતું. જેથી પરિવારજનોએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં CCTV ફૂટેજ આપવા સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત ફરિયાદ આપી હતી. 

આ ઘટનામાં પોલીસે મૃતક મેઘ જૈનનું પોસ્ટ મોર્ટમ કરાવી, તેના વિસેરા સેમ્પલ લઈ સુરત FSL માં મોકલ્યા હતા. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં નવો વળાંક આવવાની શક્યતા જોવાઈ રહી છે. બીજી તરફ સંસ્થાની બેદરકારી CCTV ફૂટેજ થકી છતી થતા હોસ્ટેલના વોર્ડન હર્ષદ રાઠવાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તેવુ તપોવન સંસ્કાર ધામના મેનેજર ગંગાધર પાંડેએ જણાવ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news