આ 3 રાશિવાળા સાવધાન...1248 કલાક માટે બનશે અત્યંત ઘાતક 'વિસ્ફોટક યોગ', ધનહાનિ કરાવશે, જીવન રમણભમણ કરશે

Mangal Ketu Yuti will Make Visfotak Yog: વૈદિક જ્યોતિષ મુજબ મંગળ અને કેતુ ગ્રહ વિસ્ફોટક યોગ બનાવી રહ્યા છે. જેનાથી કેટલાક રાશિવાળાને મુશ્કેલીઓ વધી શકે છે. 

આ 3 રાશિવાળા સાવધાન...1248 કલાક માટે બનશે અત્યંત ઘાતક 'વિસ્ફોટક યોગ', ધનહાનિ કરાવશે, જીવન રમણભમણ કરશે

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગ બનાવે છે. જેની અસર માનવ જીવન પર પડે છે. 7 જૂનના રોજ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલેથી જ કેતુ બિરાજમાન હશે. આવામાં મંગળ અને કેતુની યુતિ સિંહ રાશિમાં થવાથી અશુભ વિસ્ફોટક યોગ બનશે. જેનાથી કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ લોકોને ધનહાનિ અને સ્વાસ્થ્ય ખરાબ થવાના યોગ બની રહ્યા છે. જાણો તે રાશિઓ વિશે...

મકર રાશિ
તમારા માટે વિસ્ફોટક યોગ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. કારણ કે કેતુ અને મંગળી યુતિ તમારી રાશિથી અષ્ટમ ભાવે બની રહી છે. આથી આ સમય દરમિયાન તમને કોઈ રોગ થઈ શકે છે. જૂનો રોગ ઉભરી શકે છે. કોઈ વાત અંગે તણાવ થઈ શકે છે. પરિણીત લોકોને પોતાના જીવનસાથી તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. કોઈને પણ રૂપિયા ઉધાર ન આપો. 

મીન રાશિ
વિસ્ફોટક યોગ મીન રાશિના જાતકો માટે નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી છઠ્ઠા ભાવે બની રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને કોર્ટ કચેરીના કામોમાં નિષ્ફળતા મળી શકે છે. ગુપ્ત શત્રુઓ પરેશાન કરી શકે છે. ઈજા-દુર્ઘટનાનો સામનો કરવો પડી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. ધૈર્યથી કામ કરવું પડશે. જીવનસાથી સાથે સંબંધ બગડી શકે છે. કોઈને આપેલા પૈસા પાછા મળવામાં મુશ્કેલીઓ પડી શકે છે. 

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે વિસ્ફોટક યોગનું બનવું પ્રતિકૂળ રહી શકે છે. કારણ કે મંગળ અને કેતુની યુતિ તમારી રાશિથી 12માં ભાવ  પર બની રહી છે. આથી આ સમય દરમિયાન ધન ડૂબી શકે છે. કેટલાક ફાલતું ખર્ચા થઈ શકે છે. વાહન સાવધાનીથી ચલાવવું. દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. ભાગ્યનો સાથ નહીં મળે. પાર્ટનરશીપમાં કામ કરનારા લોકોને નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળ પર બોસ તમારાથી નારાજ થઈ શકે છે. કામનો તણાવ વધશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news