આવતીકાલે રાજ્યમાં લોકોની સલામતી માટે સૌથી મોટી મોકડ્રીલ, 1971 બાદ પહેલી વખત આવી સ્થિતિ!

Civil Defense Mockdrill: પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત કોઈ પણ સમયે હુમલો કરશે તે ડરથી પાકિસ્તાનમાં ફફડાટ છે, પાકિસ્તાનીઓની રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે. ભારતીય સેનાએ તમામ તૈયારીઓ કરી લીધી છે. તો દેશના નાગરિકો માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 

આવતીકાલે રાજ્યમાં લોકોની સલામતી માટે સૌથી મોટી મોકડ્રીલ, 1971 બાદ પહેલી વખત આવી સ્થિતિ!

Civil Defense Mockdrill: યુદ્ધના સમયે નાગરિકો કેવી રીતે સુરક્ષિત રહી શકે તે માટે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. 7 મેએ દેશભરમાં આ મોકડ્રીલ યોજાવાની છે ત્યારે ગુજરાતમાં પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગુજરાતમાં ક્યાં ક્યાં યોજાવાની છે સિવિલ મોકડ્રીલ?, કેમ જરૂરી છે આ મોકડ્રીલ? ચાલો વિગતવાર જાણીએ. 

પહેલગામ આતંકી હુમલાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની આગને વધુ ફેલાવી દીધી છે. 26 નિર્દોષ નાગરિકોના મોત બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. સિંધુ જળ સંધિ રદ્દ, અટારી બોર્ડર બંધ, પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેપ બંધ, પાકિસ્તાની યુટ્યુબ ચેનલો બંધ, પાકિસ્તાનીઓના વીઝા રદ્દ અને પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવા જેવા નિર્ણયોથી પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભારતની આક્રમક તૈયારીઓથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ છે અને હવે ભારતે નાગરિકોની સુરક્ષા માટે મોટું પગલું ભર્યું છે.

આ જિલ્લામાં યોજાશે મોકડ્રીલ
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, દેશભરમાં 7 મેના રોજ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 19 જગ્યાએ આ મોકડ્રીલની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ મોકડ્રીલનો હેતુ યુદ્ધ જેવી કટોકટીમાં નાગરિકોને સુરક્ષિત રાખવાનો છે. છેલ્લે 1971માં આવી મોકડ્રીલ યોજાઈ હતી, જે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન થઈ હતી. ગુજરાતમાં કયા કયા સ્થળે મોકડ્રીલ યોજાવાની છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, કાકરાપાર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે.

સાંજે ૪ વાગ્યે પ્લાનીગના આધારે પરિસ્થિતિ ને અનુરૂપ મોકડ્રીલ કરવામાં આવશે. ગામના સંરપંચને જોડાવામાં આવ્યા છે. પોતાની ઓફિસ અને ઘર હોય તે રોશની બહાર ન જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર પડે ઘરની લાઈટ બંધ કરી શકાય. બ્લેક આઉટ સમય શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા આપવામાં આવશે. 7:30 થી 8:00 વાગ્યે સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવશે. હોસ્પિટલ મોકડ્રીલનો ભાગ રહેતો નથી. જીનેવા કરાર પ્રમાણે હોસ્પિટલમાં ક્રોસ લગાવવાનો હોય છે. પેનિક થવાની જરૂર નથી આ મોકડ્રીલ છે. 

સામાન્ય રીતે કાચ હોય તો પડધા લગાડવામાં આવશે. કંટ્રોલ રૂમમાં ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે માહિતી આપવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. મોકડ્રીલમાં કોઈ ભૂલ થાય તેની પણ નોંધ લેવામાં આવશે. મોકડ્રીલ દરમિયાન સ્ટ્રીટ લાઈટ બંધ રહેશે માર્ગે પરનો વાહન વ્યવહાર ચાલું જ રહેશે. સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે 

ગાંધીનગરમાં મોકડ્રીલનું કરાશે મોનીટરીંગ
બ્લેક આઉટના સમયે હરવાફરવાનું ટાળવું જોઈએ, લિફ્ટનો ઉપયોગ ન થાય તેનું ધ્યાન રાખવું. કુલ 18 જિલ્લાઓમાં મોકડ્રીલ થશે. ફેક્ટરી 24 કલાક ચાલે છે તેમણે બંધ નથી કરવાની વહીવટી તંત્ર સાથે મળી મોકડ્રીલ કરી શકે છે. સિવિલ ડિફેન્સ માત્ર હાલ 10 હજાર લોકો જોડાયેલા છે. પંચાયત વિભાગ દ્વારા સરપંચોના માધ્યમથી મોકડ્રીલની માહિતી આપવામાં આવશે. ગાંધીનગરના SEOC સેન્ટરથી મોકડ્રીલનું મોનીટરીંગ કરવામાં આવશે. ગુજરાત સહિત પુરા રાજ્યમાં એક જ સમયે એક સરખી મોકડ્રીલ થશે. વાઈટલ ઈન્સ્ટોલેશન સ્થળ પર સાયરનના 4 ટ્રાયલ થશે.

તો દેશમાં કેટલીક જગ્યાએ બ્લેકઆઉટ પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. વીજળી બંધ રાખવાનો પ્રેક્ટિસ કરાઈ હતી, જેથી યુદ્ધ સમયે હવાઈ હુમલાઓથી બચી શકાય. આ પ્રેક્ટિસ દર્શાવે છે કે ભારત દરેક પરિસ્થિતિ માટે સજ્જ છે. 

ભારતની ત્રણેય સેનાઓ હાઈ એલર્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે, આતંકવાદીઓને ધરતીના કોઈ ખૂણે શોધીને સજા આપવામાં આવશે. ભારતની ત્રણેય સેનાઓ હાઈ એલર્ટ પર છે, અને લાઈન ઓફ કંટ્રોલ પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. દેશની સેના તો તૈયાર છે પરંતુ દેશવાસીઓ યુદ્ધના સમયે પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે તે માટે સિવિલ મોકડ્રીલ ખુબ જ મહત્વપૂર્ણ છે.

યુદ્ધના ભણકારા વચ્ચે ભારત નાગરિકોની સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સિવિલ ડિફેન્સ મોકડ્રીલથી લઈને સેનાની સજ્જતા સુધી, ભારત દરેક પડકારનો સામનો કરવા માટે એકજૂટ છે. આપણે સૌ દેશની સાથે ખભાથી ખભો મિલાવીને ઉભા રહીશું. કારણ કે આ ફક્ત સરહદની લડાઈ નથી, આ આપણા દેશની આન-બાન-શાનની લડાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news