ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Porbandar Viral Video : પોરબંદરના બીચ પર ઉભેલા એક શખ્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દારૂબંધીના કાયદાના જાહેરમાં લીરેલીરા ઉડાવતો હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે
Trending Photos
Gujarat Liquor Ban : ગુજરાતમાં દારૂબંધી છે. પરંતું અહી કહેવાતી દારૂબંધી છે એવું બધા જાણે છે. છાશવારે પકડાતી પાર્ટી, દારૂની મહેફિલો, દારૂના જથ્થા તેના પુરાવા આપે છે. ત્યારે આ વચ્ચે મહાત્મા ગાંધીની ભૂમિ પરથી વાયરલ થયેલો એક વીડિયો ચર્ચા જગાવી રહ્યો છે. પોરબંદર ગાંધી જન્મભૂમિમાં હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિઓ એ ભારે તહેલકો મચાવી દીધો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ વીડિયોમાં એક શખ્સ દરિયા કિનારે ઉભો રહેલો દેખતાય છે. તેની પાસે પડેલા એક ટેબલ ઉપર દારૂની બોટલ અને પાણીની બોટલ છે. ગ્લાસ રાખેલા છે. આ શખ્સ હિન્દીમાં ભાષામાં બોલી રહ્યો છે કે, મેરા પરિવાર પોરબંદર મેં એક પાર્ટી પ્લોટ લોન્ચ કર રહા હૈ, જહા રાજસ્થાન કી રેત હૈ, ગોવા કા સમંદર હૈ, માઉન્ટ આબુ કા સનસેટ પોઇન્ટ હે, ઓર ગુજરાત કી ખાનગી પાર્ટી હૈ, જિસકા મે લીગલ એડવોકેટ હું, સબ કી જવાબદારી મેરી હૈ, જગદીશ માધવ મોતીવરસ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ, પોરબંદર.
ત્યારે આ પ્રકારનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. આ શખ્સ કોણ છે તેની માહિતી હજી સામે આવી નથી. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પરંતુ આ પ્રકારના વીડિયોને કારણે ગાંધીપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે આ પ્રકારના વીડિયો સામે સ્થાનિક પોલીસ શું એક્શન લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે