બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે પડ્યો આફતનો વરસાદ; આગામી 2 દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

Banaskantha Heavy Rain: બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો છે ,પાલનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર -અંબાજી મુખ્ય હાઇવે ઉપર ઘુટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે.અનેક નાના વાહનો પાણીની અંદર ફસાઈને ખોટવાઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે પડ્યો આફતનો વરસાદ; આગામી 2 દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

Banaskantha Heavy Rain News: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે ધાનેરા,વડગામ ,દાંતીવાડા, અમીરગઢ ,પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

પાલનપુરમાં ભારે પવન સાથે માવઠું પડતા પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ,પાલનપુરથી અંબાજી અને વડગામ તરફ જતા હજારો વાહન ચાલકોમાં હાઇવે ઉપર પાણી ભરાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

મુખ્ય હાઇવે ઉપર જ ઘૂંટનસમા પાણી ભરાઈ જતા પાણી માંથી મહામુસીબતે વાહન ચાલકો પોતાના વાહનો પસાર કરી રહ્યા છે જેને લઈને અનેક વાહનો પાણીમાં બંધ પડીને ખોટવાઈ રહ્યા છે તો બાઈક ચાલકો પાણીમાં પસાર થવાનું ટાળી રહ્યા છે.જોકે સામાન્ય વરસાદમાં જ પાલનપુર -અંબાજી મુખ્ય માર્ગ ઉપર વારંવાર પાણી ભરાઈ જતા અને તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. કમોસમી વરસાદના કારણે પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ઘુટણસમાં પાણી ભરાયા છે. લોકો કહી રહ્યા છે કે સામાન્ય વરસાદમાં જ મુખ્ય હાઇ-વે ઉપર પાણી ભરાઈ જાય છે બહુ મુશ્કેલી પડી રહી છે કોઈ જ નિરાકરણ થતું નથી. એક રીક્ષા ચાલકે જણાવ્યું કે, મારી રીક્ષા પાણીમાં ફસાઈ જતા મેં અને મહિલાઓએ ધક્કા મારીને મહામુસીબતે રીક્ષા બહાર કાઢી છે. હાલ રીક્ષા બંધ પડી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news