Mediclaim અને Health Insurance માં શું હોય છે તફાવત? તમારા માટે શું ફાયદાકારક, જાણી લો
આરોગ્ય વીમાની સરખામણીમાં મેડિક્લેમનું કવરેજ ઓછું હોય છે. સામાન્ય રીતે, 5 લાખ રૂપિયાથી વધુનું કવરેજ આપવામાં આવતું નથી. આરોગ્ય વીમામાં વ્યાપક પોલિસીનો સમાવેશ થાય છે. તમે તમારી જરૂરિયાત મુજબ તેનું કવરેજ વધારી શકો છો.
Trending Photos
Utility News: વધતી મોંઘવારીના આ સમયમાં બીમારીની સારવાર કરાવવા અને હોસ્પિટલનો ખર્ચ ઉઠાવવામાં ઘણીવાર બધી બચત જતી રહે છે. તેથી આજના સમયમાં હેલ્થ પોલિસી કે ઈન્શ્યોરન્સ લેવો વિકલ્પ નહીં, પરંતુ જરુરિયાત બની ગયું છે. આવી પોલિસિથી મેડિકલ ઈમજરન્સી દરમિયાન નાણાકીય સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તો સારી સ્વાસ્થ્ય સુવિધા પણ મળશે. પરંતુ હેલ્થ ઈન્શ્યોરન્સ અને મેડિક્લેમને લઈને ઘણીવાર લોકો અટવાયેલા રહે છે. તેને એક જ સમજવામાં આવે છે. જ્યારે મેડિક્લેમ અને હેલ્થ ઈન્શ્યોરન્સ બંને અલગ છે.
ચાલો સમજીએ કે મેડિક્લેમ અને હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચે શું તફાવત છે? મેડિક્લેમના કાર્યક્ષેત્રમાં શું આવતું નથી? બેમાંથી કઈ યોજના કર્મચારી માટે ફાયદાકારક રહેશે:-
મેડિક્લેમ અને હેલ્થ ઈન્શ્યોરન્સમાં શું તફાવત છે?
- મેડિક્લેમમાં કોઈ ખાસ બીમારીની સારવાર માટે એક લિમિટ નક્કી હોય છે. જ્યારે હેલ્થ ઈન્શ્યોરન્સમાં ડાયગ્નોસિસ, ડોક્ટરની ફી અને પોસ્ટ ટ્રિટમેન્ટ સુધી સામેલ હોય છે.
- મેડિક્લેમમાં એમ્બ્યુલન્સ ખર્ચ રિઇમબર્સમેન્ટ ન કરી શકાય. જ્યારે હેલ્થ ઈન્શ્યોરન્સમાં એક લિમિટ સુધી તે રિઇમબર્સ કરી શકાય છે.
- મેડિક્લેમમાં દર્દીએ ઓછામાં ઓછી 24 કલાક માટે હોસ્પિટલમાં દાખલ થવું ફરજીયાત છે. જો હોસ્પિટલમાં દાખલ થતા નથી તો મેડિક્લેમ ઈન્શ્યોરન્સ લાગૂ થતો નથી. હેલ્થ ઈન્શ્યોરન્સમાં દાખલ થવું જરૂરી નથી.
- મેડિક્લેમમાં હેલ્થ ઈન્શ્યોરન્સના મુકાબલે કવરેજ ઓછું હોય છે. સામાન્ય રીતે તે 5 લાખથી વધુનું કવરેજ આપવામાં આવતું નથી. હેલ્થ ઈન્શ્યોરન્સમાં કોમ્પ્રિહેન્સિવ પોલિસીને સામેલ કરવામાં આવે છે. તેનું કવરેજ તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધારી શકે છે.
જો તમારી પાસે કોઈપણ કંપનીમાં 5 લાખ રૂપિયાનો મેડિકલેમ હોય, તો તમે એક વર્ષમાં અનેક દાવા કરી શકો છો. પરંતુ જો આ રકમ ખતમ થઈ જાય, તો તમને મેડિકલેમનો લાભ મળશે નહીં. આરોગ્ય વીમા પોલિસીમાં વર્ષમાં ફક્ત એક જ દાવો કરી શકાય છે. તેને દર વર્ષે રિન્યુ કરાવવો પડે છે.
કઈ બીમારીમાં નથી મળતો મેડિક્લેમ?
- મેડિક્લેમમાં ઘણી વસ્તુ સામેલ હોતી નથી. કોઈપણ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી, ડેન્ટલ, ઇમ્પ્લાન્ટ, આસસીટી કે કોસ્મેટિક કરેક્શન કવર થતું નથી.
- જન્મજાત બીમારી કે જેનેટિકલ ડિસઓર્ડરથી પીડિત થવા પર મેડિક્લેમ મળતો નથી. ઇનફર્ટિલિટી, IVF માં પણ મેડિક્લેમ કવર મળતું નથી.
- જો તમને HPV, HIV, સિફિલિસ, હર્પીસ અથવા કોઈપણ જાતીય સંક્રમિત રોગ છે, તો તે મેડિકલેમમાં આવરી લેવામાં આવતો નથી.
- આ રીતે પોલિસી શરૂ થવાના 30 દિવસની અંદર કોઈ બીમારીના લક્ષણ જોવા મળે તો તે પણ મેડિક્લેમમાં કવર ન કરવામાં આવે.
મેડિક્લેમ કે હેલ્થ ઈન્શ્યોરન્સમાં વધુ ફાયદાકારક?
મેડિકલેમ કરતાં કર્મચારીઓ માટે આરોગ્ય વીમો વધુ ફાયદાકારક છે. હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત, આરોગ્ય વીમામાં હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ, ડૉક્ટરની ફી, દવાઓ અને અન્ય તબીબી ખર્ચાઓ પણ આવરી લેવામાં આવે છે. જ્યારે, મેડિકલેમમાં ફક્ત હોસ્પિટલાઇઝેશન ખર્ચ જ આવરી લેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે