ગુજરાતના હાઈવે પર સરકારી બાબુની દાદાગીરી, RTO ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવરને માર માર્યો

Dahod RTO Inspector Video Viral : દાહોદમાં RTO ઇન્સ્પેક્ટરની દાદાગીરી: ટ્રક ડ્રાઈવરને હાઈવે પર જ ઢોર માર માર્યો, જુઓ વાયરલ વીડિયો
 

ગુજરાતના હાઈવે પર સરકારી બાબુની દાદાગીરી, RTO ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવરને માર માર્યો

Dahod News ; દાહોદથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સરકાર હોદ્દાનો રોબ ઝાડીને દાહોદમાં આરટીઓ ઈન્સ્પેક્ટર એક ટ્રક ચાલકને લાકડીથી ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. 

દાહોદ જિલ્લાના ઇન્દોર અમદાવાદ હાઈવેનો બનાવ સામે આવ્યો છે. દાહોદ અમદાવાદ હાઈવે પર દેવગઢ બારિયાના અસાયડી નજીક આરટીઓ ઇન્સ્પેકટરની દાદાગીરનો વીડિયો કોઈ કારચાલકે ઉતાર્યો હતો અને વાયરલ કર્યો છે. આરટીઓ ઇન્સ્પેકટર ટ્રક ચાલકને ઢોર માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. 

હાઇવે ઉપર ટ્રક ચાલકને રોકી ટ્રક ચાલકને માર મારતો હોવાનો વીડિયો ચોંકાવનારો છે. એક રાહદારીએ ટ્રક ડ્રાઈવરને માર મારતો વીડિયો વાયરલ કર્યો છે. ટ્રક ચાલકને માર મારનાર આરટીઓ દાહોદ ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું છે. આરટીઓ ઇન્સ્પેકટર વી.કે.પરમાર દાહોદ આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવે છે. 

ટ્રક ચાલકને મુખ્ય હાઈવે પર જ ઢોર માર મારતા હોવાનો વિડીયો સામે આવતા લોકોમાં આક્રોશ સામે આવ્યો છે. ત્યારે આ વીડિયો સામે આરટીઓ તંત્ર શું એક્શન લે છે તે જોવુ રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news