34 વર્ષીય પરિણિતાને તેનાથી અડધી ઉંમરના યુવક સાથે થયો પ્રેમ! સાવકી દીકરી સાથે કર્યો મોટો કાંડ
Surat News: 34 વર્ષીય ત્યક્તાની 09 વર્ષીય પુત્રીને 19 વર્ષીય બીજા પતિએ મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો બતાવી છેડતી કર્યાની ફરિયાદ લીંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી. પોતાની પુત્રીને અડપલાં કરનાર બીજા પતિ વિરૂદ્ધ મહિલાની ફરિયાદને પગલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી.
Trending Photos
સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતી 34 વર્ષીય પરિણીતાએ થોડાંક સમય પહેલાં તેના પતિ સાથે છૂટાંછેડાં થઈ ગયા હતા. બે સંતાનોની માતા આ પરિણીતા છ મહિના પહેલાં લીંબાયત વિસ્તારમાં જ રહેતાં તેનાથી અડધી વયનાં યુવાનના પ્રેમમાં પડી હતી. બંનેએ ઉમરનાં બાધની પરવા કર્યા વિના બંનેએ નિકાહ કરી લીધા હતા. આ યુવતી તેનાં બંને સંતાનો સાથે યુવકનાં ઘરે રહેવા આવી ગઇ હતી. માત્ર દૈહિક આકર્ષણથી ઉદભવેલાં સંબંધોનો અંત થોડાંક સમયમાં જ આવી ગયો હતો અને બંને થોડાંક સમયમાં જ છૂટાં થઈ ગયા હતા.
યુવતી થોડાંક દિવસથી તેની સંતાનોને લઈ માતાના ઘરે રહેવા જતી રહી હતી. દરમ્યાન ગુરૂવારે તેની નવ વર્ષીય પુત્રીને લઈ લીંબાયત પોલીસ મથકે પહોંચી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે 11મી મેની સવારે નવ વર્ષીય પુત્રી બાથરૂમમાંથી ન્હાઈને કપડાં પહેરવા બહાર નીકળી ત્યારે બહાર જ સાવકા પિતાએ પકડી ખોળામાં બેસાડી દીધી હતી.
મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ચાલુ કરી તેને ચુંબન કરવાની સાથે અડપલાં કર્યા હતા. કોઈને કહેશો તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બાળકી શાળાએ જતી ત્યારે પણ તેનો સતત પીછો કરતા હોવાના આક્ષેપ કરી લિબાયત પોલીસ મથકમાં સાવકા પિતા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જે બનાવને લઈ પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે