અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજથી Toll Tax માં વધારો, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Toll Tax Hike Ahmedabad Vadodara Express Way : નેશનલ અને સ્ટેટ હાઈવે પર વધ્યો ટોલ... અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધ્યો... ટોલ ટેક્સમાં 5 રૂપિયાથી 40 રૂપિયાનો વધારો... ટોલ ટેક્સ વધતા કેટલાક વાહનચાલકો નારાજ.... દેશભરમાં 855 ટોલ પ્લાઝા પર વધારો લાગૂ થયો
Trending Photos
NHAI Toll Tax Hike : આજથી મહિનો બદલાયો છે અને સાથે જ બદલાયા છે કેટલાક નિયમો. જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. આજથી ટોલ ટેક્સમાં વધારો થયો છે. NHAIએ ટોલમાં વધારો કર્યો છે. હળવા વાહનો માટેના ટોલ ટેક્સમાં પાંચ ટકાનો વધારો થશે. જ્યારે ભારે વાહનો માટેના ટોલ ટેક્સમાં 10 ટકા સુધીનો વધારો થશે. NHAIના જણાવ્યા મુજબ, રસ્તાઓની જાળવણી, નવા પ્રોજેક્ટ્સ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો ગુજરાત સરકારે પણ કેટલાક સ્ટેટ હાઈવે પરના ટોલમાં વધારો કર્યો છે.
નેશનલ હાઇવે પર ટોલટેક્સના ભાવમાં વધારો થયો છે. એટલે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો કરાયો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મુસાફરોના માથા પર 5 થી 40 રૂપિયા સુધીનો વધારો નંખાયો છે. જકે, નવા ટોલટેક્સથી વાહન ચાલકો નારાજ થયા છે. તો કેટલાકે વિકાસ સામે ભાવ વધારો બરાબર ગણાવ્યો છે. સરકારે રસ્તાની જાળવણી, નવા પ્રોજેક્ટ્સ અને મોંઘવારીને ધ્યાને રાખી વધારો કર્યાની વાત મુસાફરોએ કરી.
અમદાવાદ-વડોદરા વચ્ચેના એક્સપ્રેસ વે ટોલ ટેક્સમાં વધારા બાદનો ટેક્સ
વાહન પ્રકાર | જૂનો ટેક્સ | નવો ટેક્સ |
કાર-જીપ | 135 રૂપિયા | 140 રૂપિયા |
LCV વાહન | 220 રૂપિયા | 230 રૂપિયા |
બસ ટ્રક | 450 રૂપિયા | 480 રૂપિયા |
3 એક્સેલ વાહન | 505 રૂપિયા | 525 રૂપિયા |
4-6 એક્સેલ વાહન | 725 રૂપિયા | 750 રૂપિયા |
7 એક્સલથી મોટા વાહન | 885 રૂપિયા | 915 રૂપિયા |
દેશભરમાં 855 ટોલ પ્લાઝા પર ભાવ વધારો લાગુ કરાયો છે. ક્યારેક જતા લોકોને ઓછી અસર થશે, પરંતું દરરોજ મુસાફરી કરતા લોકોને વધુ અસર થશે. ટ્રક અને ટ્રાન્સપોર્ટ બસને વધુ અસર થશે તેવુ લોકોનું નિવેદન છે.
ટોલ વધતા ગુસ્સે થયા વાહનચાલકો
ટોલ ટેક્સ વધારાને વાહન ચાલકોએ અયોગ્ય ગણાવ્યો છે. ટોલ ટેક્સમાં વધારો નહિ પણ ઘટાડો થવો જોઈએ તેવુ લોકોએ કહ્યું. વાહન ચાલકોએ કહ્યું કે, રોડ સુવિધાના અભાવે તો ઘટાડો જ હોવો જોઈએ. રોડ પર ખાડાઓ, ટ્રાફિક જામ થાય છે તો ભાવ વધારો શેનો હોય. કામરેજ નજીક ચોર્યાસી ટોલનાકા પર પસાર થતા વાહનો ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. વાહન ચાલકોએ કહ્યું કે, સુવિધા માટે ટોલબુથના કર્મચારીઓને કહીએ તો દાદાગીરી કરે છે. ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ. સુવિધા આપીને ભાવ વધારો કરે તો સહમત છીએ. પરંતુ સુવિધાના અભાવમાં ભાવ વધારો અયોગ્ય છે.
આજે 1 એપ્રિલથી બીજું શું શું બદલાયું
આજથી 12 લાખ સુધીની આવક કરમુક્ત થઈ છે. કેન્દ્રીય બજેટમાં જે જાહેરાત કરવામાં આવી હતી, તે આજથી અમલમાં આવશે. ડિવિડન્ડની આવક પર TDSની મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા પ્રતિ નાણાકીય વર્ષ કરવામાં આવી છે. આ સાથે આજથી બેંકમાં મિનિમમ બેલેન્સ સંબંધી નિયમ બદલાયો છે. વિવિધ બેંકોએ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા છે. જો મિનિમમ બેલેન્સ નહીં હોય તો દંડ કરવામાં આવશે. આ સાથે તમે અન્ય બેંકના એટીએમમાંથી ત્રણ વાર જ ફ્રીમાં પૈસા ઉપાડી શકશો. ત્યાર બાદ તમારે બેંક પ્રમાણે 25 રૂપિયા સુધીનો ચાર્જ ચૂકવવો પડશે. આ સાથે લાંબા સમયથી UPI સાથે જોડાયેલા હોય પરંતુ એક્ટિવ ન હોય તેવા મોબાઈલ નંબરને દૂર કરવામાં આવશે. એટલે કે, એવા મોબાઈલ નંબર અને તેની સાથે જોડાયેલા UPI ID બંધ થઈ જશે. આ સાથે આજથી વાહનોની ખરીદી મોંઘી થઈ રહી છે. કારણ કે, અનેક કંપનીઓેએ આજથી શરૂ થતા નાણાંકીય વર્ષથી ભાવમાં વધારાની જાહેરાત કરી ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે