એકી ટશે જોતા જ રહી ગયા Jio, Airtel અને રમી ગયું BSNL! આ શહેરોમાં શરૂ થયું 5G, જાણો લિસ્ટ

BSNL 5G Testing: BSNL એ 5G નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરીક્ષણ શરૂ કર્યું છે. આ મોટે ભાગે 4G સાઇટ્સ છે, જે 1 લાખ 4G ટાવર્સની હાલની તૈનાતીનો ભાગ છે. BSNLના અધિકારીઓએ કહ્યું કે આ સાઇટ્સને પછીથી 5G પર અપગ્રેડ કરવામાં આવશે.

એકી ટશે જોતા જ રહી ગયા Jio, Airtel અને રમી ગયું BSNL! આ શહેરોમાં શરૂ થયું 5G, જાણો લિસ્ટ

BSNL 5G testing Begins: ભારતની સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ 5G નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પરીક્ષણ શરૂ કર્યું છે. જયપુર, લખનૌ, ચંદીગઢ, ભોપાલ, કોલકાતા, પટના, હૈદરાબાદ, ચેન્નાઈ સહિત અન્ય ઘણા શહેરોમાં 5G ટાવર સાઇટ્સ કાર્યરત કરવામાં આવી છે. Business Standardના અહેવાલ મુજબ, આ મોટાભાગે 4G સાઇટ્સ છે, જે 1 લાખ 4G ટાવર્સની હાલની જમાવટનો ભાગ છે. BSNLના અધિકારીઓએ કહ્યું કે આ સાઇટ્સને પછીથી 5G પર અપગ્રેડ કરવામાં આવશે.

ટૂંક સમયમાં શરૂ થશે BSNLની 5G સેવા 
રિપોર્ટ અનુસાર, BSNL આગામી ત્રણ મહિનામાં ઔપચારિક રીતે 5G સેવાઓ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સમય દરમિયાન નેટવર્ક પરીક્ષણ તે વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે જ્યાં BSNLની મજબૂત પકડ છે. BSNLના અધિકારીઓએ જણાવ્યું કે કાનપુર, પુણે, વિજયવાડા, કોઈમ્બતુર અને કોલ્લમ જેવા શહેરોમાં નવા બેઝ ટ્રાન્સસીવર સ્ટેશનો (BTS) પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

જૂન 2025 સુધીમાં સક્રિય થઈ જશે 4G ટાવર 
7 માર્ચ, 2025ના રોજ TelecomTalkના અહેવાલ મુજબ, BSNLના એક લાખ 4G ટાવર જૂન 2025 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. આ ટાવર સ્વદેશી ટેક્નોલોજી સાથે બનાવવામાં આવ્યા છે અને પછીથી તેને 5Gમાં અપગ્રેડ કરવામાં આવશે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. આ રીતે, BSNLનું 4G અને પછી 5G લૉન્ચ થવામાં હવે માત્ર થોડા મહિના જ બાકી છે.

BSNLએ એપ્રિલને 'ગ્રાહક સેવા મહિનો' જાહેર કર્યો
BSNLએ પોતાની સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાહેરાત કરી કે એપ્રિલ 2025ના રોજ  “Customer Service Month” (ગ્રાહક સેવા માહ)ના રૂપમાં મનાવવામાં આવશે. આ પહેલ ગ્રાહકોના અનુભવને બહેતર બનાવવા અને તેમની સમસ્યાઓને ઝડપથી ઉકેલવા માટે શરૂ કરવામાં આવી છે. 31 માર્ચ 2025ના રોજ X પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં BSNL એ જણાવ્યું છે કે, મોટી ખુશખબરી મળવાની છે. આ કસ્ટમર સર્વિસ મહિનામાં અમે તમારા અનુભવને હજું સારો બનાવીશું. રાહ જોવો અમુક ખાસ જાહેરાતોની...'

ગ્રાહકોનો અનુભવ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત
BSNLનો આ પ્રયાસ શહેરી અને ગ્રામીણ વિસ્તારો તેમજ એન્ટરપ્રાઈઝ અને રિટેલ ગ્રાહકો માટે તેની સેવાઓને બહેતર બનાવવાનો છે. આ પહેલ હેઠળ:

• મોબાઇલ નેટવર્ક ગુણવત્તા સુધારવામાં આવશે.
• ફાઈબર બ્રોડબેન્ડ (FTTH) અને લીઝ્ડ સર્કિટ/MPLSની વિશ્વસનીયતા વધારવામાં આવશે.
• બિલિંગ સિસ્ટમ વધુ પારદર્શક બનાવવામાં આવશે.
• ગ્રાહકની ફરિયાદોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે.

BSNL એ કહ્યું કે આ પહેલ હેઠળ તમામ સર્કલ, વ્યાપારી વિસ્તારો અને એકમો આ અભિયાનમાં ભાગ લેશે અને તેને સફળ બનાવશે.

સ્વદેશી 4G અને 5G પર જોર
BSNL એ એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તે વેબસાઈટ, સોશિયલ મીડિયા, ગ્રાહક ફોરમ અને ડાયરેક્ટ આઉટરીચ સહિત તેના ગ્રાહકો પાસેથી પ્રતિસાદ મેળવવા માટે બહુવિધ માધ્યમોનો ઉપયોગ કરશે. આ પ્રતિસાદની સમીક્ષા BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) રોબર્ટ જે. રવિ કરશે.

રવિએ કહ્યું, 'BSNLની યાત્રા દરેક ગ્રાહકના અવાજ સાથે જોડાયેલી છે. ભારતમાં સ્વદેશી 4G લોન્ચ કરનાર અમે એકમાત્ર ટેલિકોમ પ્રદાતા છીએ. અમે ‘વિકસીત ભારત’ના ડિજિટલ લક્ષ્યને પૂર્ણ કરવા માટે સેવા, ઝડપ અને તાકાત સાથે આગળ વધી રહ્યા છીએ. BSNLની આ પહેલ ભારતને ડિજિટલી મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. એવી અપેક્ષા છે કે આગામી કેટલાક મહિનામાં BSNLની 4G અને 5G સેવાઓ સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news