શ્રાવણમાં રોજ અમદાવાદથી એક ST વોલ્વો સોમનાથ દર્શને ઉપડશે, જાણો ભાડું અને સુવિધા વિશે?
Ahmedabad to Somnath Volvo Bus: શ્રાવણ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભક્તો માટે શ્રાવણ માસમાં સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા દૈનિક ધોરણે અમદાવાદના રાણીપ ખાતેથી વોલ્વો બસ દોડાવવામાં આવશે. જી હા...પ્રથમવાર શ્રાવણ મહિનામાં સોમનાથ ખાતે ‘વંદે સોમનાથ' આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
Trending Photos
Ahmedabad to Somnath Volvo Bus: પ્રવાસન વિભાગ તરફથી કરવામાં આવેલા વિવિધ આયોજન પૈકી કેટલાક સમયથી ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનને વધુને વધુ વેગ કેવી રીતે મળે તે વિષે ચિંતન અને મંથન થયું હતું. જેમાં વિવિધ સૂત્રો પાસેથી સુચનો અને ભલામણો મંગાવવામાં આવ્યા બાદ આ યોજના ઘડી કાઢવામાં આવી છે.
શ્રાવણમાં દરરોજ અમદાવાદથી એક વોલ્વો બસ સોમનાથના દર્શને ઉપડશે. જેમાં બે દિવસ અને એક રાત્રિ રોકાણ સાથેની આ ટ્રીપ-પેકેજ અંતર્ગત રોજ સવારે ૬:૦૦ કલાકે રાણીપથી બસ ઉપડીને સાંજે ૪:૦૦ કલાકે સોમનાથ પહોંચશે. આ બસ બીજા દિવસે સોમનાથથી સવારે ૯:૩૦ કલાકે નીકળીને રાત્રે ૧૦:૩૦ કલાકે રાણીપ અમદાવાદ ખાતે પરત આવનાર હોવાનું ગુજરાત પ્રવાસન વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
પેકેજનું ભાડું અને કઈ કઈ મળશે સુવિધા
યાત્રી દીઠ જવા-આવવાની ટિકિટ 4,000 રૂપિયા રખાઈ છે. જ્યારે બે વ્યક્તિ માટે જવા-આવવાનું ભાડુ 7,050 રૂપિયા નક્કી કરાયું છે. જેમાં નાસ્તો, બે ટાઇમ ભોજન, હોટેલમાં રાત્રિ રોકાણ અને ગાઇડની સુવિધા આપવામાં આવશે. આ પેકેજમાં સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો, ત્રિવેણી સંગમ આરતી, ભાલકા તીર્થ રામ મંદિર અને ગીતા મંદિરનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે