Stomach Cancer: સવારે ઉઠતા વેંત થતી આ 5 સમસ્યા હોય શકે છે પેટમાં કેન્સરની શરુઆત, તુરંત કરવો ડોક્ટરનો સંપર્ક
Stomach Cancer Symptoms: દર વર્ષે લાખો લોકો કેન્સરનો શિકાર થાય છે. જેમાં ઘણા કેન્સર વિશે લોકોને મોડી ખબર પડે છે. આવું કેન્સર છે સ્ટમક કેન્સર એટલે કે પેટનું કેન્સર, પેટના કેન્સરના શરુઆતી લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે તેથી લોકો તેને ગંભીરતાથી લેતા નથી અને કેન્સર વધી જાય પછી તેનો ખ્યાલ આવે છે.
Trending Photos
Stomach Cancer Symptoms: પેટમાં કેન્સર વધતું હોય તો તેના શરુઆતી લક્ષણોને ઓળખવા મુશ્કેલ હોય છે. આ લક્ષણો એકદમ સામાન્ય અને મોટાભાગે ન દેખાય એવા હોય છે. તેથી લોકો તેના પર ધ્યાન આપી શકતા નથી. જેમ જેમ કેન્સર વધે છે તેમ તેમ લક્ષણો સ્પષ્ટ રીતે દેખાતા થાય છે. પેટના કેન્સરની શરુઆતના લક્ષણો ગેસ, અપચો જેવી તકલીફ જેવા હોય છે. તેથી લોકો તેને સામાન્ય ગણી જવા દેતા હોય છે. પરંતુ સવારે ઉઠતા વેંત જેમને આ 5 લક્ષણો રોજ જણાતા હોય તેમણે સમય બગાડ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરી પોતાનું ચેકઅપ કરાવવું જોઈએ.
પેટના કેન્સરના શરુઆતી લક્ષણો
પેટમાં દુખાવો અને સોજો
સવારે જાગો ત્યારથી પેટના ઉપરના ભાગમાં સતત દુખાવો થાય, ઉપરના ભાગે સોજો જણાય તો આ લક્ષણને હલકામાં લેવું નહીં. સામાન્ય ગેસ અને અપચાની તકલીફ કરતા આ દુખાવો અલગ હોય છે. આ દુખાવા લાંબા સમય સુધી રહે છે. સામાન્ય દવા લીધા પછી પણ આવો દુખાવો રોજ થાય તો તે પાચનની નહીં કેન્સર સંબંધિત તકલીફ હોય શકે છે.
એસિડિટી અને છાતીમાં બળતરા
રોજ સવારે જાગો ત્યારે એસિડિટી અને છાતીમાં બળતરા અનુભવાતી હોય અને તેના કારણે તમે અસહજ અનુભવતા હોય તો તે ખાન-પાન સંબંધિત સમસ્યા નથી. તે પેટની ગંભીર બીમારીનું લક્ષણ હોય શકે છે. પેટના કેન્સરની શરુઆતમાં પણ આ તકલીફ રોજ થઈ શકે છે.
ભુખ ઓછી થઈ જવી અને પેટ જલદી ભરાઈ જવું
જો કોઈ વ્યક્તિની ભુખ અચાનક ઓછી થઈ જાય, થોડું જમ્યા પછી તુરંત લાગે કે પેટ ભરાઈ ગયું છે તો સાવધાન થઈ જવું. ભુખ ઘટી જવી અને વજનમાં પણ ઘટાડો થવા લાગે તો તે કેન્સરની શરુઆતનું લક્ષણ હોય શકે છે. કેન્સરના કારણે પેટની કાર્યપ્રણાલી પ્રભાવિત થાય ત્યારે આવી તકલીફ થાય છે.
ઝાડા, કબજિયાત કે મળમાં લોહી નીકળવું
સતત ઝાડા રહે, કબજિયાત રહે તે પણ ખતરનાક લક્ષણ છે. આ સિવાય મળનો રંગ કાળો થઈ જાય કે મળમાં લોહી નીકળવા લાગે તો તે પેટ અથવા આંતરડામાં થતા રક્તસ્રાવના કારણે હોય શકે છે. કેન્સર જો ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ સિસ્ટમને પ્રભાવિત કરે ત્યારે આવા લક્ષણ જણાય છે.
ઉલટી થવી
ક્યારેક સવારે જાગીને તુરંત ઉલટી જેવું થાય અથવા તો ઉલટી થઈ જતી હોય તો તેને સામાન્ય સમજી શકાય. પરંતુ રોજ સવારે ઉલટી જેવું થયા કરે, ઉલટીમાં લોહી નીકળે, ઉલટી કાળી અથવા ભુરી થાય તો તે ચિંતાજનક છે. આ સ્થિતિમાં તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે