Earthquake in Gujarat: કચ્છ નહીં, હવે ગુજરાતના આ શહેરમાં આવ્યો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

વલસાડ જિલ્લાની  ધરતી ફરી ધુજી. જિલ્લામાં વહેલી સવારે 2.6 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ભુકંપ નું એપિકસેન્ટર નોંધાયું. સવારના 9:30 કલાકે જિલ્લામાં ભુકંપ ના આંચક અનુભવતા લોકોમાં ભયનો માહોલ.

Earthquake in Gujarat: કચ્છ નહીં, હવે ગુજરાતના આ શહેરમાં આવ્યો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

Earthquake in Valsad: ગુજરાતના કચ્છ અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે આજે વહેલી સવારે વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 2.6 નોંધવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી મહારાષ્ટ્ર બોર્ડર પર ભૂકંપનું એપિસેન્ટર નોંધાયું છે. આ ભૂકંપના કારણે કેટલાક ગામો સહિત આજુબાજુમાં વહેલી સવારે આંચકા અનુભવાયા હતા. 

આજે વહેલી સવારે 9:30 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 2.6 નોંધવામાં આવી હતી. જેનું એ.પી. સેન્ટર વલસાડથી ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ભૂકંપનું એપીસેન્ટર નોધાયું છે. ઊંચી બિલ્ડીંગોમાં રહેતા લોકોએ ભૂકંપ અનુભવ્યો હતો. સવારના 9:30 કલાકે જિલ્લામાં ભુકંપના આંચક અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

ભૂકંપના આંચકાનો અહેસાસ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર આ વિસ્તારમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news