કહેવાય છે કાનૂન કે હાથ લંબે હોતે હૈ...ગુજરાતમાં ઉકેલાયો 32 વર્ષ જૂનો કેસ, થ્રિલર ફિલ્મ જેવી છે કહાની

Valsad News: વલસાડ સીટી પોલીસે 32 વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. 1994માં વલસાડના આઝાદ રોડથી મુલ્લાવાડી તરફ જતા રસ્તા પર ધનમાઇ એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ બિલ્ડિંગમાં મલખાનસિંગ ભુરાસિંગ કછુવાહ વોચમેન તરીકે કામ કરતો હતો.

કહેવાય છે કાનૂન કે હાથ લંબે હોતે હૈ...ગુજરાતમાં ઉકેલાયો 32 વર્ષ જૂનો કેસ, થ્રિલર ફિલ્મ જેવી છે કહાની

ઉમેશ પટેલ/વલસાડ: કહેવાય છે કાનૂન કે હાથ લંબે હોતે હૈ..ગુનેગારો ગમે તેટલા ચાલાક હોય અને ગમે ત્યાં છુપાય પરંતુ એક દિવસ પોલીસના હાથે લાગી જ જાય છે ત્યારે વલસાડ સીટી પોલીસે 32 વર્ષથી નાસ્તા ફરતા હત્યાના કેસના એક આરોપીને છેક ઉત્તર પ્રદેશથી દબોચી લીધો છે. 32 વર્ષ જૂના આ હત્યા કેસના આરોપીને ઝડપવા વલસાડ સીટી પોલીસે જે યુક્તિ અને જે કામગીરી કરી છે તે થ્રિલર ફિલ્મથી કમ નથી. કોણ હતો આ હત્યારો. જે 32 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. પરંતુ આખરે હવે હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે.

વલસાડ શહેરમાં વર્ષ 1994 માં. શહેરના આઝાદ રોડ પર એક ધનમાઈ એપાર્ટમેન્ટ નામની બિલ્ડીંગ નો કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હતું.. આ કોન્ટ્રાક્ટરે આ બિલ્ડીંગના દેખરેખ માટે મલખાન સિંગ ભૂરાસિંગ કુછવાહા નામના એક વોચમેનને નોકરીએ રાખ્યો હતો મૂળ ઉત્તર પ્રદેશનો મલખાનસિંગ કુછવાહા કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદારી કરતો હતો . જોકે થોડા સમય બાદ તેની સાથે તેની એક મહિલા મિત્ર રહેવા આવી હતી અને બંને આ કન્સ્ટ્રક્શન સાઇટ પર સાથે રહેતા હતા. જોકે એક દિવસ આ મહિલા મિત્રએ મલખાનસિંગ પાસે 20 હજાર રૂપિયા ની માં. કરી હતી..આથી બંને વચ્ચે વિવાદ થયો હતો.

મલખાન ને તેની મહિલા મિત્ર અન્ય પુરુષો સાથે પણ સંપર્કમાં હોવાની આશંકા ગઈ હતી. આ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો.. આથી આવેશમાં આવી મલખાનસિંગ તેની મહિલા મિત્રની ગળું દબાવી અને નિર્મમ હત્યા કરી મૃતદેહ ને ત્યાં જ મૂકી અને ફરાર થઈ ગયો હતો. વર્ષ 1994 માં બનેલી આ ઘટના બાદ આરોપી મલખાન સિંગ ફરાર થઈ ગયો હતો. જે ને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર 32 વર્ષથી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જોકે આખરે વલસાડ સીટી પોલીસે આરોપીને છેક ઉત્તર પ્રદેશથી દબોચી અને વલસાડ લાવી સળિયા પાછળ ધકેલી દીધો છે.

32 વર્ષથી ફરાર હત્યારો વોચમેન મલખાન સિંહ ઝડપાયા બાદ આ કેસની વિગતો સામે આવી રહી છે ..જોકે 32 વર્ષ જૂના કેસના હત્યારા આરોપીને ઝડપવા વલસાડ સીટી પોલીસે જે મહેનત કરી છે ..અને જે યુકતી અજમાવી છે તે કોઈ ફિલ્મી કહાની થી કમ નથી ..આરોપીને ઝડપવા વલસાડ પોલીસે આરોપીના ગામ અને આજુબાજુના ગામ ની મતદાર યાદી મેળવી અને મતદાર યાદીમાં મલખાનસિંગના પરિવારજનોના નામો તારવી તેમાંથી તેમના સરનામા અને મોબાઈલ નંબર મેળવ્યા હતા. ત્યારબાદ કેટલાક મોબાઈલ નંબર પર અને ટ્રેસ કરી તેના પર સતત વોચ રાખી હતી.. સાથે જ વલસાડ સીટી પોલીસ ઉત્તર પ્રદેશ જઈ અને આ મામલે તપાસ કરતાં પોલીસના આંશિક માહિતી મળી કે આરોપી મલખાન સિંગના કેટલાક સંબંધીઓ સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં રીક્ષા ચલાવવા નું કામ કરે છે.

આથી વલસાડ સીટી પોલીસે તપાસની દિશા દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તાર તરફ કેન્દ્રીત કરી અને આ વિસ્તારના રીક્ષા ચલાવતા તમામની પૂછપરછ કરી અને ઝીણવટ પૂર્વક તપાસ કરતા આખરે પોલીસને મલખાનસિંગ ઉત્તર પ્રદેશમાં તેના ગામ આજુબાજુ હોવાની માહિતી મળી હતી. આથી સીટી પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ ગઈ હતી ..અને આરોપીને તેના ગામ નજીક એક ગેસ્ટ હાઉસની સામે કાચા મકાનમાંથી જ દબોચી લીધો હતો.. ત્યારબાદ તેને વલસાડ લાવી હવે સળિયા પાછળ ધકેલી દીધો છે.

આરોપી મલખાન સિંગે પોતાની મહિલા મિત્ર ની હત્યા જવાનીમાં કરી હતી ..પરંતુ હત્યા કર્યા બાદ 32 વર્ષથી તે પોલીસને ચકમો આપી રહ્યો હતો. પરંતુ ચોર પોલીસની આ રમત લાંબી ચાલી ..આખરે પોલીસે 32 વર્ષ બાદ પણ આરોપી નો પીછો કરી તેને ધરપકડ કરી મૃતક મહિલા ને 32 વર્ષ બાદ ન્યાય અપાવ્યો છે.. આમ આરોપીઓ ગમે તેટલા શાતીર અને ચાલાક હોય પરંતુ એક દિવસ કાનૂનના હાથે ચડી જાય છે ..અને પોતે કરેલા કર્મોના સજા ભોગવવી જ પડે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news