'આંખ મારે ઓ લડકી..', સોંગ પર ગુજરાતની આ યુનિવર્સિટીના કુલપતિએ લગાવ્યા ઠુમકા, થયો વિવાદ!

લાઈવ કોન્સર્ટમાં કુલપતિ નિરંજન પટેલ અને રજીસ્ટાર ભાઈલાલભાઈ પટેલ સ્ટેજ પર આંખ મારે ઓ લડકી ગીત પર ઠુમકા મારતો વિડીયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી જવા પામ્યો છે.

'આંખ મારે ઓ લડકી..', સોંગ પર ગુજરાતની આ યુનિવર્સિટીના કુલપતિએ લગાવ્યા ઠુમકા, થયો વિવાદ!

બુરહાન પઠાણ/આણંદ: વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટી આયોજીત લાઈવ કોન્સર્ટમાં યુનિવર્સીટીનાં કુલપતિ અને રજીસ્ટાર 'લડકી અખીયા મારે' ગીત પર ઠુમકા મારતો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. 

વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સીટી આયોજીત લાઈવ કોન્સર્ટમાં કુલપતિ નિરંજન પટેલ અને રજીસ્ટાર ભાઈલાલભાઈ પટેલ સ્ટેજ પર લડકી અખીયા મારે ગીત પર ઠુમકા મારતો વિડીયો વાયરલ થયા બાદ ચકચાર મચી જવા પામી છે,આ મામલે યુનિવર્સીટીનાં પૂર્વ સિન્ડીકેટ મેમ્બર અલ્પેશ પુરોહિતએ કુલપતી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની વાતો કરતા કુલપતિ સ્ટેજ પર લડકી અખીયા મારે ગીત પર ઠુમકા મારીને વિદ્યાર્થીઓને કઈ સંસ્કૃતિ શીખવવા માંગે છે. 

જો કે સમગ્ર મામલે કુલપતિએ વિડીયોનું ખંડન કરતા જણાવ્યું હતું કે લાઈવ કોન્સર્ટમાં દિપ પ્રાગટય બાદ ઉપસ્થિત દર્શકોમાં ઉત્સાહ લાવવા માટે માત્ર દસ સેકન્ડ માટે ફકત હાથની મુવમેન્ટથી વાર્મઅપ કરવામાં આવ્યું હતું અને વાર્મઅપને ઠુમકા કહી શકાય નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news