Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ વધે એટલે સૌથી પહેલા શરીરના આ અંગમાં દુખાવો શરુ થાય, 99 ટકા લોકો ધ્યાન નથી આપતા આ લક્ષણ પર
Bad Cholesterol Symptoms: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે એટલે કેટલાક લક્ષણો જોવા મળે છે. જેમાં શરુઆતી સમયમાં શરીરના કેટલાક અંગોમાં દુખાવો રહે છે. જો કે આ લક્ષણને 99 ટકા લોકો ઈગ્નોર કરવાની ભુલ કરે છે જેનું પરિણામ ગંભીર આવે છે.
Trending Photos
Bad Cholesterol Symptoms: કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે. શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. તેમાંથી ગુડ કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી છે પરંતુ જો બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી જાય તો હાર્ટ અટેક, બ્લોકેજ અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાનું જોખમ ઊભું કરે છે. બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય ત્યારે જ તેને કંટ્રોલ કરવું જરૂરી છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાની શરૂઆત થઈ હોય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે. આ શરૂઆતથી લક્ષણોને ધ્યાનમાં લઈને જો યોગ્ય પગલાં લેવામાં આવે તો ગંભીર સ્થિતિ સુધી પહોંચતા બચી જવાય છે. પરંતુ 99% લોકો કોલેસ્ટ્રોલની શરૂઆતના લક્ષણોને ઇગ્નોર કરે છે. આજે તમને જણાવીએ શરીરમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય તો શરીરના કયા અંગો પર તેની અસર જોવા મળે છે.
પગમાં દુખાવો
શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે ત્યારે પગમાં દુખાવો થવા લાગે છે. જો તમે એકદમ સ્વસ્થ હોય તેમ છતાં અચાનક જ પગમાં દુખાવાની સમસ્યા થાય તો સમજી લેજો કે બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે. આવું એટલા માટે થાય છે કે પગ તરફ જતો બ્લડ ફ્લો ઘટી જાય છે જેના કારણે પગમાં ચાલતી વખતે દુખાવો અનુભવાય છે આ સિવાય પણ પગમાં ભારે પણ અનુભવાય છે.
છાતી પર પ્રેશર અથવા તો દુખાવો
છાતીમાં દુખાવો કે પ્રેશરનો અનુભવ થાય તો તે પણ બેડ કોલેસ્ટ્રોલનું પ્રમુખ લક્ષણ છે. હૃદયની ધમનીઓમાં જ્યારે કોલેસ્ટ્રોલ જામી જાય છે તો છાતી પર પ્રેશર બનવા લાગે છે તેના કારણે બળતરા અને છાતી પર દબાણ થતું હોય તેવું પણ લાગે
ગરદન અને જડબામાં દુખાવો
કોલેસ્ટ્રોલ વધવાની સ્થિતિમાં ગરદન અને આસપાસના ભાગમાં પણ દુખાવો અનુભવાય છે. શરીરના આ અંગો ભારે થઈ ગયા હોય તેવું પણ લાગે. તેનું કારણ છે કે શરીરમાં બ્લડ ફ્લો અટકવા લાગે છે જેના કારણે અસામાન્ય દુખાવો અનુભવાય છે અને સ્નાયુ પણ ખેંચાયેલા લાગે છે.
બેડ કોલેસ્ટ્રોલ વધ્યું હોવાના અન્ય લક્ષણો
1. કોલેસ્ટ્રોલ વધે ત્યારે હાથ પગમાં શૂન્યતા, ઝણઝણાટી અનુભવાય છે.
2. કેટલાક કેસમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તો પગની ચામડીનો રંગ બ્લુ જેવો થવા લાગે છે.
3. બેડ કોલેસ્ટ્રોલ વધે તો માથું ભારે લાગે છે અને ચક્કર પણ આવે છે.
4. બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો દાદર ચઢતી વખતે શ્વાસ ચડે છે અને થાક અનુભવાય છે.
5. બેડ કોલેસ્ટ્રોલ વધ્યું હોય તો આંખની આસપાસ પીળાશ દેખાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે