Blocked Nose: બંધ નાકથી પરેશાન છો? ફોલો કરો ડોક્ટરે જણાવેલી આ 5 સરળ ટીપ્સ, 5 મિનિટમાં નાક ખુલી જશે
Blocked Nose Home Remedies: ચોમાસામાં શરદી, ઉધરસની સમસ્યા વધી જાય છે. શરદી-ઉધરસના કારણે ઘણીવાર નાક બંધ થઈ જાય છે. નાક બંધ થઈ જવાની સમસ્યાથી મુક્તિ મેળવવાની 5 સરળ ટીપ્સ આજે તમને જણાવીએ.
Trending Photos
Blocked Nose Home Remedies: ચોમાસામાં વાતાવરણમાં ઠંડક તો પ્રસરી જાય છે પરંતુ ભેજવાળા વાતાવરણના કારણે વાયરલ સંક્રમણ ઝડપથી ફેલાય છે. આજ કારણ છે કે ચોમાસામાં શરદી, ઉધરસના કેસ વધી જતા હોય છે. શરદી હદ કરતા વધી જાય તો નાક બંધ થઈ જાય છે. નાક બંધ હોવાથી શ્વાસ લેવામાં સમસ્યા થાય છે, માથું દુખે છે અને ઊંઘ પણ સારી રીતે આવતી નથી. સૌથી વધારે તકલીફ ત્યારે પડે છે જ્યારે રાત્રે સૂવાની સાથે જ નાક બંધ થઈ જાય
વરસાદી વાતાવરણમાં નાક બંધ થઈ જાય તો આ સમસ્યાને દૂર કેવી રીતે કરવી તે અંગે ડોક્ટરો કેટલીક સલાહ આપે છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર ચોમાસામાં વાતાવરણમાં ભેજ અને ઠંડકના કારણે વાયરલ ઇન્ફેક્શન અને એલર્જી વધી જતી હોય છે.. જેના કારણે નાકની અંદર સોજો આવી જતો હોય છે અને કફ જમા થઈ જાય છે. આ કારણથી નાક બંધ થઈ જાય છે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તમે મિનિટોમાં બંધનાખથી મુક્તિ મેળવી શકો છો.
બંધ નાક ખોલવાના ઉપાય
સ્ટીમ લેવી
એક વાસણમાં ગરમ પાણી કરો અને તેમાં બામ કે નીલગીરી ઓઈલના થોડા ટીપા ઉમેરી દો. ત્યાર પછી ટુવાલ વડે માથું ઢાંકીને સ્ટીમ લ્યો. સ્ટીમ લેવાથી નાકમાં જામેલો મ્યુકસ ઢીલો પડી જશે અને નાક ખુલી જશે.
નેઝલ સ્પ્રે
સેલાઈન વોટરથી નાક ધોવાથી નાકમાં જામેલો મ્યુકસ ઓગળી જાય છે અને નાક ખુલી શકે છે તેના માટે નેઝલ સ્પ્રેનો ઉપયોગ પણ ડોક્ટરની સલાહ લીધા પછી કરી શકાય છે.
હાઇડ્રેશન
જો તમારું નાક વારંવાર બંધ થઈ જતું હોય તો દિવસ દરમિયાન હુંફાળું પાણી અથવા તો ગરમ પીણા પીવાનું રાખો.. ગરમ પેય પદાર્થ શરીરમાં જશે તો શરીર હાઇડ્રેટ થશે અને પાતળો થઈને શરીરમાંથી નીકળવા લાગશે.
હર્બલ ચા
કફના કારણે નાક બંધ થઈ ગયું હોય તો તુલસી, આદુ, કાળા મરી પાણીમાં ઉકાળી ચા બનાવો અને આ ચામાં થોડું મધ ઉમેરીને પીવાનું રાખો. તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થશે અને કફ પણ મટી જશે. દિવસમાં બે વખત આ ચા પીવી લાભદાયક સાબિત થઈ શકે છે.
માથું ઊંચુ રાખી સુવું
રાત્રે સુતી વખતે નાક બંધ ન થઈ જાય તે માટે માથું ઊંચું રાખીને સૂવાનું રાખો. એટલે કે શરીર કરતાં માથું થોડું ઊંચું રહે તે રીતે તકિયા ગોઠવીને સુવાથી નાકમાં મ્યુકસ નહીં જામે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે.
આ ટીપ્સ ફોલો કર્યા પછી પણ 5 દિવસથી વધારે સમય સુધી નાક બંધ રહે અને શરદી, ઉધરસની સાથે ગળામાં દુખાવો, તાવ જેવી તકલીફ રહેતી હોય તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે