Cream Biscuit: ક્રીમવાળા બિસ્કીટના ક્રીમમાં હોય છે એવી વસ્તુ જે બાળકને કરી શકે છે નુકસાન, ખબર ન હોય તો જાણી લો તુરંત

Cream Biscuit: કદાચ જ એવું કોઈ બાળક હશે જેને ક્રીમ બિસ્કીટ ન ભાવતા હોય. જો કે ડોક્ટર્સનું કહેવું છે કે ક્રીમ બિસ્કીટ બાળકોને નુકસાન કરી શકે છે. તેથી બાળક વધારે ક્રીમ બિસ્કીટ ખાતા હોય તો સચેત રહેવું જોઈએ.

Cream Biscuit: ક્રીમવાળા બિસ્કીટના ક્રીમમાં હોય છે એવી વસ્તુ જે બાળકને કરી શકે છે નુકસાન, ખબર ન હોય તો જાણી લો તુરંત

Cream Biscuit: બાળકોને સાદા બિસ્કીટ કરતા વધારે ક્રીમ બિસ્કીટ જ ભાવતા હોય છે. મોટાભાગના લોકો એવું માનતા હશે કે ક્રીમ બિસ્કીટની અંદર જે ક્રીમ હોય તે દૂધ કે મલાઈથી બનેલી હોય છે. પરંતુ હકિકતમાં બિસ્કીટની અંદર જે ક્રીમ હોય છે તે વધારે પ્રમાણમાં શરીરમાં જાય તો નુકસાન કરી શકે છે. ઈંસ્ટાગ્રામ પર વાયરલ થયેલા વીડિયો અનુસાર ક્રીમ બિસ્કીટના ક્રીમમાં એવી વસ્તુઓ હોય છે જે બાળકને નુકસાન કરી શકે છે.

વીડિયોમાં જણાવ્યાનુસાર ક્રીમવાળા બિસ્કીટમાં જે ક્રીમ હોય છે જેમાં દૂધ કે મલાઈ નથી હોતી. તેમાં કોઈ શુદ્ધ ડેરી પ્રોડક્ટ પણ યુઝ નથી થતી. ક્રીમ બિસ્કીટમાં પ્રોસેસ્ડ ક્રીમ હોય છે જેમાં હાઈડ્રોજનરેટેડ ઓઈલ, આર્ટિફિશિયલ ફ્લેવર, હાઈ શુગર, સિંથેટિક રંગ અને દૂધનો પાવડર હોય છે. જો બાળક વધારે પ્રમાણમાં ક્રીમ બિસ્કીટ ખાય છે તો તેનાથી તેને નુકસાન થઈ શકે છે.

ડોક્ટરના જણાવ્યાનુસાર ક્રીમ બિસ્કીટ બાળકો જ નહીં મોટાને પણ પ્રભાવિત કરી શકે છે. ક્રીમ બિસ્કીટ સ્થૂળતાનું કારણ બની શકે છે. ક્રીમ બિસ્કીટ વધારે ખાવાથી દાંત સમય પહેલા ખરાબ થઈ જાય છે. ક્રીમ બિસ્કીટ ખઆવાથી ઈંસુલિન રેઝિસ્ટેંસ અથવા તો ઈંસુલિન સ્પાઈકની સમસ્યા થઈ શકે છે. 

જો ક્રીમ બિસ્કીટ રોજ ખાવામાં આવે તો હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા પણ થઈ શકે છે. નિષ્ણાંતના જણાવ્યાનુસાર ક્રીમ બિસ્કીટ વધારે ખાવાને બદલે ફળનો સમાવેશ ડાયટમાં કરવો જોઈએ. ઘણા માતાપિતા બાળકોને દૂધ સાથે બિસ્કીટ ખાવા આપે છે જેનો કોઈ ફાયદો નથી કેમકે બિસ્કીટથી બાળકોને પોષકતત્વો મળતા નથી. બિસ્કીટ કેલેરીથી ભરપુર હોય છે અને તેમાં ફાઈબર ઓછું હોય છે જે શરીરને નુકસાન કરી શકે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news