આ વસ્તુને ચામાં મિક્સ કરી ન પીવો, શરીરની નસોમાં જમા થઈ જશે બેડ કોલેસ્ટ્રોલ

Milk Tea Increase Cholesterol: જો તમારૂ કોલેસ્ટ્રોલ વધેલું છે તો તમારે દૂધવાળી ચા પીવાનું બંધ કરી દેવું જોઈએ. બાકી તેનાથી નસોમાં ફેટ જમા થઈ શકે છે અને સ્થિતિ ગંભીર બની શકે છે.

આ વસ્તુને ચામાં મિક્સ કરી ન પીવો, શરીરની નસોમાં જમા થઈ જશે બેડ કોલેસ્ટ્રોલ

Health Tips: જો તમે પણ દિવસની શરૂઆત ચા સાથે કરો છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. તે કહેવું ખોટું નથી કે લોકોને ચા પીવાની આદત પડી જાય છે. ચા પણ તમારૂ સ્વાસ્થ્ય બગાડવાનું કામ કરે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર દૂધવાળી ચાનું વધુ સેવન તમારા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચા હાર્ટની બીમારીઓનું જોખમ વધારે છે. આ સિવાય દરરોજ વધુ ચા પીવાથી અનિંદ્રા, ભૂખની કમી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ચા વધારે છે કોલેસ્ટ્રોલ
ચામાં કેફીન હોય છે, જેના નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલનું લેવલ શરીરમાં વધવા લાગે છે. હાઈ કોલેસ્ટ્રોલને કારણે હૃદયની ધમનીઓમાં પ્લેક જમા થઈ શકે છે, જેના કારણે હૃદયના સ્નાયુઓ નબળા પડી શકે છે. આ ઉપરાંત તે હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ પણ બ્લડ પ્રેશર વધારે છે.

કોલેસ્ટ્રોલ વધવાના સંકેત
ચાના વધુ સેવનથી કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી ચહેરા, ગાલ અને માથા પર પીળા ડાઘ જોવા મળે છે. આ સાથે પગમાં લક્ષણ વગર દુખાવો અને હાથ-પગ પીળા પડી જવાની સમસ્યા પણ થાય છે.

વધુ ચા પીવાથી બચો
દૂધવાળી ચા અને કોફીનું સેવન કરવા સમયે સતર્ક રહેવાની જરૂર છે. જો તમે દિવસભર થાક અને માથામાં દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો તેનું કારણ ચાનું વધુ પડતું સેવન હોઈ શકે છે. પરંતુ દિવસમાં 2-3 કપ બ્લેક ટી કે બ્લેક કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news